GIR SOMNATHKODINAR

કોડીનારના ગાયત્રી હોલમાં આંગણવાડી બહેનોને મહિલાઓના અધિકારો અને રક્ષણાત્મક કાયદાનો વર્કશોપ યોજાયો.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી એમ.જી વારસૂર તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી એસ. એ.રાઠોડ મેડમ ના માર્ગદર્શન હેઠળ DHEW ના કર્મચારી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સેલ ગીર સોમનાથ તેમજ તાલુકા કાનુની સેવા સમિતિના લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ અને યાજ્ઞિક ઠકરાર ના માર્ગદર્શન હેઠળ દ્વારા કોડીનાર તાલુકાના આંગણવાડી વર્કર ની તાલીમ માં મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા અમલીકૃત મહિલાલક્ષી યોજના તથા PC&PNDT એક્ટ,POSCO એક્ટ, બાળ લગ્ન, લગ્ન પછી ની તકરારો ની નિવારણ માટે ની સમજ તથા મહિલાઓ ના તમામ અધિકારો વિશે ની માહિતી આપવામાં આવી આ કાર્યક્રમ માં DHEW ના કર્મચારી, અભયમ ૧૮૧ ના કર્મચારી, તેમ જ તાલુકા કાનુની સતા મંડળ ના કર્મચારી તેમ જ ICDS ના કર્મચારી હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!