
ડેડિયાપાડા – સ્ટેટ મોનીટરીંગ સેલે 31 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ચાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 28/07/2025 – નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ડેડિયાપાડા-સાગબારા વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ફરિયાદો મળી હતી. ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ વિસ્તારમાં વોચ ગોઠવી હતી સ્ટેટ મોનીટરીંગ સેલે 31 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ચાર વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.ડેડિયાપાડા નજીક મોટી સિંગલોટી ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા એક આઈસર ટેમ્પોને રોકી તપાસ કરવામાં આવી. ટેમ્પાના કેબિનની પાછળના ચોર ખાનામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે 31 લાખ રૂપિયાનો વિદેશી દારૂ, 20 લાખની કિંમતના બે વાહનો, 40 હજારની કિંમતના બે મોબાઈલ અને 4,500 રૂપિયા રોકડ મળી કુલ 52.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.



