
નર્મદા : ચિકદા નજીકથી રૂ. ૮.૭૬ લાખનો દારૂ સહિત મુદામાલ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ
રાજપીપળા : જુનેદ ખત્રી
ડેડીયાપાડા પોલીસે બાતમીના હકીકતના આધારે ચીકદા નજીકથી દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો છે પોલીસ ને જોઈ ગાડી ચાલક ભાગી ગયો હતો પોલીસે ગાડીની તપાસ કરતા GJ-05-JK-3851 માંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના પ્લા ના ક્વાટરી મળી આવેલ જે બોક્ષમાંથી કુલ ક્વાટરીયા નંગ ૧૪૪૦ મળી આવ્યા હતા જેની કુલ કિંમત રૂપિયા. ૨,૭૬,૪૮૦/- તથા મહીન્દ્રા કંપનીની ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ ની ગણી કુલ ૮.૭૬ લાખ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ પકડી લીધો છે અને આરોપી કિશનભાઈ સમાભાઇ વસાવે રહે. તીનખુણીયા તા.અકકલકુવા જી.નંદુરબાર (મહારાસ્ટ) નાશી ગયેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજી કરવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ અગાઉ ડેડીયાપાડા પોલીસ મથકમાં પાંચ પ્રોહીબિશનના ગુના નોંધાયા છે



