NARMADATILAKWADA

તિલકવાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને અગણવાડી ના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા ઉપ સચિવ હરિસિંઘ સોઢા

તિલકવાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને અગણવાડી ના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા ઉપ સચિવ હરિસિંઘ સોઢા

સમગ્ર ગુજરાત રાજયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉપ સચિવ હરિસિંઘ સોઢા ની પ્રેરક ઉપસ્થિતમા તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન મિશન સૌ ભણે, સૌ આગળ વધેના ઉમદા આશય સાથે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા પરંપરિક લોક નૃત્ય અને કુમકુમ તિલક કરી મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું કાર્યક્રમ નું શરૂઆત માં મહાનુભવો ના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ નો સુભારંભ કરવામાં આવ્યો

આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના ઉપ સચિવ હરિસિંઘ સોઢાએ જણાવાયુ કે બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને તથા ધોરણ-૦૧ના નામાંકન કરવામાં આવ્યું શિક્ષણની નવી નીતિમાં બાળકોને માટે આ વર્ષથી બાલવાટિકાની શરૂઆત કરવામાં આવી ત્યારે શિક્ષકોએ બાળકોને ધો. ૧ માં પ્રવેશ માટે પૂર્વ તૈયારી કરાવી તેમનું જ્ઞાન સેતુ અને જ્ઞાન શક્તિ વધી બાળકો એકલવ્ય અને નવોદયા જેવી શાળાઓમાં પ્રવેશ મેળવી સારી સફળતા પ્રાપ્ત કરી પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવે અને બાળકોને પ્રોત્સાહિત કરવા અનેક પ્રયત્નો શાળાઓ થકી થાય જેના માટે શિક્ષકોને સકારાત્મક સૂચનો આપ્યા

ઉપ સચિવ હરિસિંઘ સોઢા એ આંગણવાડી અને બાલવાટિકા બાળકોને દફતર કીટ, કંપાસ બોક્સ આપી નામાંકન કર્યું. તેમજ શાળાનાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો સમક્ષ વિવિધ વિષયો પર સુંદર વક્તવ્ય રજૂ કર્યા આ વર્ષમાં શાળામાં પ્રથમ આવનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા ત્યાર બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યાર બાદ ઉપ સચિવ હરિસિંઘ સોઢાએ શાળાની મુલાકાત લઈ SMC સાથે બેઠક યોજી શાળા માં ચાલતી કામગીરી વિશે માહિતો મેળવી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!