
આઝાદી સમયથી કેશોદ શહેરમાં રાષ્ટ્રીય,સામાજિક,શૈક્ષણિક, સેવાકીય અને રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત આઝાદ ક્લબ દ્વારા તેની સેવાના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદ ક્લબના અમૃત મહોત્સવ રૂપે ભારતીય સેનામાં પોતાની યશસ્વી સેવાઓ પૂર્ણ કરી નિવૃત્તિમાં સરકારી,અર્ધ સરકારી અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની સેવા પ્રદાન કરી રહ્યા છે તેવા ગૌરવશાળી સેનાના નિવૃત્ત જવાનોને દેશભક્તિના ગીતો સાથે “કેશોદ રત્ન-૨૦૨૫”થી સન્માનિત કરવાનો કાર્યક્રમ આઝાદ ક્લબના પ્રમુખ ડૉ.હમીરસિંહ વાળા અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો ભારતીય સેનાના 75 જેટલા જવાનોના અભિવાદન સમારોહ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદઘાટક કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી દેવાભાઈ માલમ,નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા સમારંભના મુખ્ય મહેમાન તરીકે કેશોદ ડી.વાય.એસ.પી.બી.સી.ઠક્કર,મામલતદાર સંદિપ મહેતા,ટી.ડી.ઓ. અને પૂર્વ સૈનિકશ્રી આર.વી.ઓડેદરા,ડો.રાજેશ સાંગાણી,ધર્મિષ્ઠાબેન કમાણી, ભરતભાઈ વડારીયા,જયેશભાઈ લાડાણી,શહેર પ્રમુખ હિરેનભાઈ ભોરાણીયા,પ્રવીણભાઈ ભાલાળા, દિનેશ મોરી,ડી.ડી.દેવાણી,ભરતભાઈ કોરિયા,ગૌરાંગભાઈ વ્યાસ, મનોજભાઈ નંદાણીયા,આર.પી.સોલંકી,જતીનભાઈ સોઢા,ડૉ.સ્નેહલ તન્ના,જેન્તીભાઇ ધુળા, ડૉ.એન.યુ.ગોહિલ,દિલીપ મકવાણા, અશોક નાથજી, મિતુલ ડાંગર, રિધમ ગૌસ્વામી, અશ્વિનભાઇ કુંભાણી, જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે ઇન્ચાર્જ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કૌશિક દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ સેનાના જવાનોના હસ્તે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.દેવાભાઈ માલમે જવાનોની દેશ સેવાને બિરદાવી હતી અને દેશભાવનાના સુંદર કાર્ય માટે આઝાદ ક્લબના પ્રમુખ ડૉ.હમીરસિંહ વાળાનું અભિનંદન સાથે સન્માન કર્યું હતું.જવાનોના આ અભિવાદન સમારોહમાં 75 જેટલા નિવૃત્ત જવાનો કે જેમણે ભારતીય સેનાના જુદા જુદા દળમાં પોતાની ફરજો નિભાવી હોય તેઓને”કેશોદ રત્ન-2025″થી ઉપસ્થિત અધિકારીશ્રી,પદાધિકારીઓ અને નગરજનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે હાલમાં દેશની સરહદ પરની પરિસ્થિતિ પર ભારતીય સેનાની પ્રશંસનીય સેવાને અભિનંદન કરતા ટી.ડી.ઓ.આર.વી.ઓડેદરા, ડી.વાય.એસ.પી.શ્રી બી.સી.ઠક્કર ડૉ.હમીરસિંહ વાળા,ડૉ.રાજેશ સાંગાણી નિવૃત્ત જવાનો વગેરેએ બિરદાવ્યા હતા અને સરકાર દ્વારા થઈ રહેલ કાર્યવાહી માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. નગર પાલિકા કેશોદ દ્વારા નિવૃત્ત જવાનોના પરિવારના નામે શહેરમાં આવેલ મિલકતનો વેરો માફ કરવાનો ઠરાવ પણ પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યો હતો અને જેની માહિતી ઓફિસ સુપ્રીટેનડન્ટ પ્રવીણભાઈ વિઠલાણીએ આપી હતી કાર્યક્રમના આયોજન માટે આઝાદ ક્લબના ટ્રસ્ટી શ્રી પ્રેમાંગ ધનેશા,હરીશભાઈ ચાંદ્રાણી,દિનેશભાઈ કાનાબાર,એડવાઈઝર સમિતિના ડાહ્યાભાઈ દેસાઈ પ્રોફેસર ગજેરા, જીતુભાઈ કારીયા, હરસુખભાઈ સિદ્ધપરા,રાજેન્દ્રસિંહ રાયજાદા,ભગવાનભાઈ આહરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ તકે આઝાદ કલબના શ્રી આર.પી. સોલંકી અને જીતેન્દ્ર ધોળકિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.સાથે ક્લબના દાતાઓ અને ઉપસ્થિત પત્રકારશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. જવાનોને બિરદાવવા ગોપી ગૌસેવા ગ્રુપ,સદભાવના અન્નક્ષેત્ર, અક્ષય ચેરીટેબલ ટ્રસ્ટ,ભારત વિકાસ પરિષદ,હિન્દુ યુવા સંગઠન,વિશ્વ હિન્દુ પરિષદ,રોટરી ક્લબ,જલારામ મંદિર વગેરેના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સરગમ કરાઓકે ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજતું કર્યું હતું.આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર નરેશ કાનાબારે સૌ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે સેક્રેટરી જીગ્નેશ ચોવટીયા,દિનેશભાઈ કાનાબાર,મુકેશભાઈ વિરડા, મહેન્દ્રસિંહ દયાધર,ગોવિંદભાઈ વેગડા,દિનેશભાઈ કાનાબાર દિનેશભાઈ રાજા,અરુણ વ્યાસ ચીમનલાલ વ્યાસ,નાથાભાઈ પરમાર,દિગંત વોરા,વિશાલ જોષી, મહેન્દ્ર સાંચલા, પ્રવીણભાઈ વણપરીયા વગેરે સેવા આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ભુપેન્દ્ર જોશી અને હરસુખભાઈ લશ્કરીએ કર્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




