
રાજપીપલા રામગઢને જોડતો તકલાદી બ્રિજ બંધ કરી દેવાતા લોકોને મુશ્કેલી
થોડા અગાઉ નવો બનાવેલો બ્રિજ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે , જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન છે ???
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા કરજણ નદી ઉપર બનાવેલ રામગઢને જોડતો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરતા લોકોને હાલાકી વેઠવનો વારો આવ્યો છે રોજિંદા કામ કાજ અર્થે રાજપીપળા આવતા લોકોને ૨૦ કિમિ નો ફેરો વધતા રોષ જોવા મળી રહ્યો છે
થોડા વર્ષ અગાઉ કરોડો રૂપિયા ના ખર્ચે બનેલા રાજપીપલા રામગઢ ને જોડતો પુલ ભ્રષ્ટાચાર ની ચાડી ખાતો હોય એમ લાગી રહ્યું છે પુલ બન્યા ને એક વર્ષ પણ નહોતું થયું ત્યારે એક પાયો બેસી જતા ગત વર્ષે પુલ રીપેરીંગ કરવા બંધ કરાયો હતો ત્યારે ચાલુ વર્ષે વરસાદ ની શરૂઆત થતાંજ પુલનો એક પાયો બેસી જતા તંત્ર દ્વારા આ પુલ ને આવન જાવન માટે બંધ કરી દેવાયો છે ત્યારે માત્ર એક બે કિલોમીટર નદીની સામે પાર જનાર લોકોને ૨૦ કિમી નો ફેરો ફરવાનો વરો આવ્યો છે ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
@ બોક્ષ
સરકારે પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયા ફાળવ્યા પરંતુ તકલાદી કામગીરીના કારણે પ્રજા પુલ વાપરવા પામ્યા નથી ત્યારે પુલ ની ગુણવત્તા જવાબદર અધિકારીઓએ કેમ ચકાસી નહી ? જવાબદારો સામે પગલાં ક્યારે લેવાશે ??? જેવા સવાલો ટોક ઓફ ધી ટાઉન બન્યા છે




