નર્મદા : યુવતી સાથે બળજરી પૂર્વક દુષ્કર્મ કરનાર રામપરાના યુવકને ૨૦ વર્ષ કેદની સજા ફટકારતી ડિસ્ટ્રિક્ટ કોર્ટ

0
13
વાત્સલ્યમ્ સમાચાર

યુવતી સાથે બળજરી પૂર્વક દુષ્કર્મ કરનાર રામપરાના યુવકને ૨૦ વર્ષ કેદની સજા ફટકારતી ડિસ્ટ્રિક્ટ કોર્ટ

સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર રજૂઆત અને પુરાવાને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીને સજા ફટકારી

રાજપીપળા: જુનેદ ખત્રી

નાનોદ તાલુકાના રામપરા ગામે સીમમાં ભેંસો ચરાવવા ગયેલી યુવતી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચારનાર યુવાન ને રાજપીપળા ડીસ્ટ્રીક કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છેimages 1jujment 1 images o1

કેસની વિગત એમ છે કે ભોગ બનનાર ૨૧/૦૬/૨૦૨૧ ના રોજ પોતાના ઘરેથી ભેસ લઈને પોતાના ખેતરે ભેંસો ચરાવવા માટે ગયેલ તે વખતે બપોરના સુમારે આ કામના આરોપી અલ્પેશભાઈ મહેન્દ્રભાઈ વસાવા, ઉ.વ.૨૨ રહે.રામપરા તા.નાંદોદ મોટરસાઈકલ લઈ ફરીયાદી ભેંસ ચરાવતી હતી ત્યા મોટરસાઈકલ ઉભી રાખી ફરીયાદી પાસે જઈ બળજબરીથી તેનો હાથ પકડી નજીકમાં આવેલ શેરડીના ખેતરમાં ખેંચીને લઈ જઈ નીચે પાડી દઈ બળજબરીથી તેઓના કપડા ઉતારી ફરીયાદી ઉપર સુઈ જઈ તેની મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર કરી આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખાવાની ધમકી આપી કરી ગુન્હો કરેલ તે મુજબની ફરીયાદ આપેલી ત્યારે આરોપી વિરુધ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬(૩), ૫૦૬(૨) તથા પોક્સો અધિનિયમ કલમ ૪,૬ મુજબ પોલીસ મથકમા ગુનો નોંધાયો હતો

આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જજ એન.એસ. સીદ્દીકી સાહેબની કોર્ટમાં ચાર્લી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલ એ ફરીયાદપક્ષે સાહેદો, સાયન્ટીફીક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૭૬(૩), ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ કલમ ૪,૬ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે આરોપીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews