
નર્મદા : તિલકવાડા ખાતે કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં તિલકવાડાની શ્રી.કે.એમ. શાહ હાઇસ્કુલ ખાતે આજે ૧૫મી ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ ૭૯મા સ્વાતંત્ર્ય દિને જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગી અને સેવાભાવીઓને પ્રમાણપત્ર તથા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યા હતાં.
એસ.કે.મોદીની અધ્યક્ષતામાં શ્રી.કે.એમ. શાહ હાઇસ્કુલ, તિલકવાડામાં સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરાઇ હતી. જેમાં રાષ્ટ્રીય પર્વમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં શ્રેષ્ઠ કામગીરી માટે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રાથમિક, શિક્ષણમાં શિક્ષકો દ્રારા કરવામાં આવેલ કામગીરી માટે તેમજ બાળકોનાં છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડમાં વિષયવાર સારુ પરિણામ માટે આ શિક્ષકોને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાહવીરોને પ્રમાણપત્ર અને હેલ્મેટ આપીને સન્માન તેમજ સામાજિક કાર્ય અને પ્રાકૃતિક ખેતીને અપનાવનારને પણ ગાંધીજીની સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. જિલ્લા વહિવટીતંત્રમાં જુદા-જુદા વિભાગો દ્વારા સારી કામગીરી કરવા બદલ પણ પ્રમાણપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતાં.
તડવી હસુમતીબેન રેહવાસી ભાદરવા પ્રાકૃતિક ખેતીમાં ગાયના ગોબર અને ગૌમુત્ર થકી ,કૃષિના પ્રચાર-પ્રસારમાં મહત્વના યોગદાન માટે આપવામાં આવ્યુ હતું. સામાજિક કાર્ય માટે પ્લાસ્ટીક ફ્રી નર્મદા અભિયાન તેમજ સોશિયલ મિડીયામાં ઈન્ફલ્યુએન્સર માટે શ્રી નિરજકુમાર પટેલને તેમજ શ્રી જયેશભાઇ દોશીને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તદાન માટે જાગૃતિ ફેલાવાની સેવાકીય પ્રવૃત્તિ માટે પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતાં





