તા.૨૩.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:આદિવાસી સમાજ અને કોળી સમાજ વચ્ચે ઘર્ષણ બનાવવાનું કાર્ય કરતા ઈસમ સામે આદિવાસી સમાજ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાવી
સોસીયલ મીડિયામાં આદિવાસી સમાજ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને સોસીયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરી કોળી સમાજ અને આદિવાસી સમાજમાં વર્ગ વિગ્રહ અને વિરોધી ભાંષી વાતાવરણ ઉભું કરનાર ઈસમ પર કાર્યવાહીની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાવી છે
આજરોજ તા.૨૩.૧૨.૨૦૨૪ ના સોમવાર ૧.૦૦ કલાકે વાત કરીયેતો ૧૪ જાન્યુઆરી માંધાતા દિવસની ઉજવણી નામનું ગ્રુપ વોટ્સપ મીડિયામાં બનાવી તેમાં આદિવાસી સમાજ વિશે અપશબ્દ લખી તેમનો ખરાબ શબ્દોમાં ચિતરામણી કરનાર ઈસમ રતનસિંહ ચૌહાણ નંબર.૯૦૯૯૫૨૪૭૨૧ નામનું આઈ.ડી. પરથી આદિવાસી સમાજ અને કોળી સમાજ વચ્ચે ઘર્ષણ બનાવવાનું કાર્ય કરી રહેલ છે. તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ઈસમ પર એટ્રોસીટીની કલમો લગાડી યોગ્ય કાર્યવાહી કરવા આદિવાસી સમાજ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે