GUJARATJASDALRAJKOT

Jasdan: જસદણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૧૧ બેઠકોની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ

તા.૨/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

પાંચ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો મેળવીને છઠ્ઠી ફેબ્રુઆરી રજૂ કરી શકાશેઃ ૨૨મી ફેબ્રુઆરીએ મતદાન અને પરિણામ

Rajkot, Jasdan: જસદણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ૧૧ બેઠકોની ચૂંટણીનું જાહેરનામું ચૂંટણી અધિકારી અને જસદણના મામલતદારશ્રી એમ.સી.રાજ્યગુરુ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જે મુજબ પાંચ ફેબ્રુઆરી સુધી સવારે ૧૧થી બપોરે ૧૫ કલાક સુધી ઉમેદવારી પત્રો જસદણ મામલતદાર કચેરી ખાતેથી મેળવી શકાશે. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી ૬ઠ્ઠી ફેબ્રુઆરી છે. આ દિવસો દરમિયાન ભરાયેલા ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે. ૭મી ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. જ્યારે ૮મી તથા ૯મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે.

હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધિ ૧૨મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨ કલાકે થશે. મતદાન જરૂરી હોય તો ૨૨મી ફેબ્રુઆરીએ સવારે ૯થી ૧૫ કલાક સુધી, જસદણ મામલતદાર કચેરી ખાતે થશે. જ્યારે મતગણતરી પણ આ જ દિવસે ૨૨મી ફેબ્રુઆરીએ બપોરે ૧૫.૩૦ કલાકથી, જસદણ મામલતદાર કચેરી ખાતે, ગણતરીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી થશે. મતદાનનું આખરી પરિણામ ૨૨મી ફેબ્રુઆરીએ મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર કરાશે, તેમ યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!