SURATSURAT CITY / TALUKO

કિશોરીનું દુષ્કર્મ કરનાર નરાધમની પત્ની સહિત ચાર મહિલાઓએ ફરી અપહરણ કરી યાતનાઓ આપી

સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા સગીર વયની કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ બાદ લાજપોર જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખી આરોપીની પત્ની સહિત ચાર જેટલા શખ્સો દ્વારા ફરી સગીરાનું અપહરણ કરી અમાનવીય કૃત્ય ગુજારતા પોલીસે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના સરથાણા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર 11મી એપ્રિલના રોજ સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરીના અપહરણ અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી.  ફરિયાદના આધારે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ધરી હતી. પોલીસે સુરેન્દ્રનગરના ચુડા ગામેથી આરોપી ઉમેશ વંશરામભાઈ ઉગરેજિયાની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી. ત્યારબાદ સુરત લાવી તપાસ કરતા આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને પોકસો એકટ હેઠળ કાર્યવાહી કરી જેલભેગા કરી દીધો હતો. જ્યારે સગીરાનો કબ્જો પરિવારને સોંપવામાં આવ્યો હતો.
આ ઘટનામાં આરોપીની પત્ની,સાસુ સહિત ચાર લોકોએ દુશ્મનાવટ રાખી ફરી સગીરાનું ગત રોજ સરથાણા ખાતેથી અપહરણ કરી અમાનવીય કૃત્ય ગુજારી શારીરિક ઇજા પોહચાડી હતી. સગીરાના ગુપ્ત ભાગે પણ આરોપીઓ દ્વારા ડામ આપવામાં આવ્યા હતા. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આ ગુનામાં ચાર પૈકીની બે મહિલા આરોપીઓની ગણતરીના કલાકોમાં જ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધી હતી. સરથાણા પોલીસે મહિલા આરોપી મધુબેન છનાભાઇ મીઠાભાઇ સોલંકી અને કિરણબેન ટીના રસીકભાઇ શાંતીભાઇ વાણોદીયાની ધરપકડ આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે ફરાર અન્ય બે મહિલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!