NARMADA

સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ ડેડીયાપાડા ખાતે મેગા રકતદાન કેમ્પ યોજાયો*

*સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ ડેડીયાપાડા ખાતે મેગા રકતદાન કેમ્પ યોજાયો*

આજ રોજ ડેડિયાપાડા તાલુકાના સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નર્મદા અને રેડ ક્રોસ સોસાયટી ભરૂચ, સબ ડિસ્ટ્રીકટ હૉસ્પિટલ ડેડિયાપાડા તથા તાલુકા આરોગ્ય કચેરી ડેડિયાપાડા – સાગબારા ના સંયુકત ઉપક્રમે મેગા રકતદાન કેમ્પ યોજાયો જેમાં ડેડિયાપાડાના વરિષ્ઠ પત્રકાર ડૉભરતભાઈ વર્મા, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ જીગ્નેશ વસાવા, હાજર રહ્યા હતાં સાથે રેડ ક્રોસ સોસાયટી ભરૂચના ડાયરેકટર ડૉ.જે.જે. ખીલવાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં રક્ત દાતાઓ સ્વેચ્છાએ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા તમામને રકતદાન કરવા માટે પ્રોત્સાહીત કરવામા આવ્યા,

 આદીવાસી વિસ્તારમાં લોકો રક્તદાન પ્રત્યે રસ ધરાવતા હોતા નથી તેમજ રકતદાન માટે ઘણી બઘી ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે જેને દુર કરવા માટે અને રક્તદાન માટે જાગૃતા ફેલાય તે માટે રકતદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું ઘણીવાર ઇમરજન્સીમાં લોહી ન મળવાના કારણે પરિવારો પોતાનાં સ્વજનો ને ગુમાવતા હોય છે , કોઇ પણ તંદુરસ્ત વ્યકિત રકતદાન કરી લોકોના જીવ બચાવવાના આ મહાયજ્ઞમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપી શકે છે.

  આરોગ્ય કર્મીઓ તેમજ તાલુકાના યુવાનો મળી કુલ 57 રક્તદાતાઓ દ્વારા રકત દાન કરવામાં આવ્યું. રક્તદાન કરી રકતદાતા ઓમા અનેરો આનંદનો ઉત્સાહ જોવા મળ્યો સાથે રક્તદાન એ મહાદાનનો સંકલ્પ સાર્થક થતો જોવા મળ્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!