રાજપીપળામાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર
આરોપીઓને ડ્રગ્સ આપનાર અન્ય એક આરોપીને ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી પોલીસે ઝડપી લીધો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે બહુ ચર્ચિત એવા નશાના સાધન એમડી ડ્રગ્સ સાથે એસોજી નર્મદાએ બે આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારે કહી શકાય કે નશાનો કાળો કારોબાર અંતરિયાળ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે
આજે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં પ્રથમવાર એમડી ડ્રગ્સ પકડ્યું છે જે કાર્યવાહી એસ ઓ જી દ્વારા કરવામાં આવી હતી જેમાં બે આરોપીઓને ૭૦ હજાર રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે રાજપીપળાથી ઝડપી લેવાયા છે જેમના ચાર દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ઉપરાંત અન્ય એક આરોપી ને ભરૂચના ઝઘડિયાથી અટક કરવામાં આવી છે ડ્રગ્સ નું આખું નેટવર્ક ઝડપી તેને ઉજાગર કરવો અને આરોપીઓ કડક સજા કરાવવાનો પોલીસનો મુખ્ય પ્રયાસ છે પોલીસ આ દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે