
નાંદોદ તાલુકાના બીતાડા ગામે અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર અને સેવા રૂરલ જગડીયા દ્વારા મફત આંખ તપાસ મોતીયા ઓપરેશન કેમ્પ
રાજપીપલા : જુનેદ ખત્રી
અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર અને સેવા રૂરલ જગડીયા દ્વારા મફત આંખ તપાસ અને મોતીયા ઓપરેશન કેમ્પ બીતાડા ગામે સરકારી પ્રાથમીક શાળા માં કરવામાં આવ્યો અતુલ ફાઉન્ડેશન એ સામાજીક સંસ્થા છે એ આર્થિક રીતે નબળા લોકો ને મદદરૂપ બને છે આજના મોંઘવારી ના સમય મા આંખ તપાસ અને મેડીક્લ નો ખર્ચો સામાન્ય માણસ ને પોસાય એમ નથી આવા આર્થિક રીતે નબળા લોકો માટે આવા કેમ્પ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર કરે છે આવા કેમ્પ માં ઉત્સાહ ભેર લાભાર્થી ભાગ લેય છે
આ કેમ્પ માં મફત નિદાન કરવામાં આવે છે. કુલ 163 લાભાર્થી એ લાભ લીધો હતો 121 લાભાર્થી ને જે વ્યક્તિ ને નંબર હોય તેને મફત ચશ્માં આપવામાં આવે છે. 36 લાભાર્થી ને આંખ માં નાખવામાં ના ટીપા ની બોટલ મફત આપવામાં આવે છે અને મોતીયા ના ઓપરેશન વાળા દર્દી ને સેવા રૂરલ જગડીયા લય જવામાં આવે છે ફ્રી માં મોતિયા નું ઓપરેશન કરવામાં આવે છે આવા કેમ્પ થી ગામના અને આજુબાજુ ના લોકો લાભ લે છે સેવા રૂરલ ની અનુભવી તબીબો ની ટીમ આવી હતી અતુલ કંપની માંથી દિવ્યકાંત જોગભાઈ અમરશીગ ભાઈ ગોહીલ જયેશભાઇ સુકલા જગદીશભાઈ ગોહીલ અને અતુલ ફાઉન્ડેશન માં થી સી એસ આર મેનેજર સલીમભાઈ કડીવાલા હાજર રહ્યાં હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું બીતાડા ગામના આગેવાનો શંકર ભાઈ. ઘનશ્યામભાઈ. રમેશભાઈ અને સરપંચ શ્રી એ અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશન નો હદય પૂર્વક અને દીલ થી આભાર વ્યક્ત કર્યો હતો



