NANDODNARMADA

રાજપીપળાથી કેવડીયા સુધી બુલેટ સવારી કરી યુવાનોએ કરી ત્રિરંગા યાત્રા 

રાજપીપળાથી કેવડીયા સુધી બુલેટ સવારી કરી યુવાનોએ કરી ત્રિરંગા યાત્રા

 

૭૬ માં પ્રજાસત્તાક પર્વ અને એકતા ભાઈચારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રસરાવતા યુવાનો

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

૨૬ મી જાન્યુઆરી-૨૦૨૫ના ૭૬ માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં અને રાજ્યમાં રંગેચંગે આનબાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રજાસત્તાક પર્વમાં લોકો પણ સ્વયં રીતે ભાગીદાર બન્યા હતાં તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ આ ઉજવણીમાં સક્રિય રીતે જોડાઈને રાષ્ટ્રના ત્રિરંગાને સલામી આપી હતી તેમજ જિલ્લા-તાલુકા મથકે સરકારી કચેરીઓ, ભવનો ખાતે પણ દેશપ્રેમી લોકોએ રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી.

રાજપીપળા નગરમાંથી અંદાજે ૫૦ જેટલા યુવાનોએ સફેદ વસ્ત્રમાં પરિધાન બની હાથમાં ત્રિરંગો લઈને અને બુલેટ પર ત્રિરંગા ધ્વજને લગાવીને ઉત્સાહભેર રાજપીપળા નગર અને જકાતનાકા થઈને કેવડીયા સુધીની અંદાજે ૩૦ કિ.મીની યાત્રા યોજી હતી અને દેશ ભક્તિના રંગે રંગાયા હતાં.

 

આ યાત્રા એકતાનગર ખાતે વિશ્વના સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબને વંદન કરીને એકતાનગર ખાતે ભ્રમણ કરીને ફરી રાજપીપળા ખાતે આવી પહોંચી હતી આમ સમગ્ર સફરમાં એક આગવા અંદાજમાં દેશ ભક્તિના રંગે રંગાઈને ત્રિરંગા યાત્રા યોજી હતી જેમાં શહેરના યુવાનો જોડાયા હતાં અને એકતા ભાઈચારાના અનોખા દર્શન કરાવ્યા હતાં

Back to top button
error: Content is protected !!