GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-કચ્છ રોડના મચ્છુના પાણીએ ભૂક્કા બોલાવી દીધા: ૪૨ કલાક પછી પણ નેશનલ હાઇવે બંધ, નાના વાહનો માટે રસ્તો ચાલુ કરવા માટે તંત્ર હરકતમાં !

MORBI:મોરબી-કચ્છ રોડના મચ્છુના પાણીએ ભૂક્કા બોલાવી દીધા: ૪૨ કલાક પછી પણ નેશનલ હાઇવે બંધ, નાના વાહનો માટે રસ્તો ચાલુ કરવા માટે તંત્ર હરકતમાં !

 

 


(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી થી કચ્છ તરફ જવાનો નેશનલ હાઇવે છેલ્લા ,૪૨ કલાકથી બંધ હતો આ હાઈવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળતાં રોડના ભુક્કા બોલી ગયા છે અને આ રોડ વહેલા વહેલી તકે શરૂં થાય તે માટે રાજ્યના કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ નેશનલ હાઈવે રોડ ની વિઝીટ કરી હતી અને ત્યારે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જો કે આ રોડ પુનઃ શરૂ કરવામાં વાર લાગશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને એક બાજુનો રસ્તો સાવ તુટી ગયો છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અતિ ભારે મુશળધાર વરસાદ પડયો જેના કારણે મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદી નાલા પણ છલકાઇ ગયા છે ત્યારે મોરબીના મચ્છુ એક, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થવાના કારણે મચ્છુ નદીનું પાણી મોરબી થી કચ્છ તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર ફરી ગયુ હતું અને ચાર ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતું હતું અને મંગળવારે સવારે પાણીનું વહેણ નેશનલ હાઈવે રોડ ઉપર આવી ગયું હતું અને આજે પણ હજુ પાણી નેશનલ હાઈવે રોડ ઉપર હતું. જો કે રસ્તા ઉપર એક સાઈડથી નાના વાહનોને પસાર કરી શકાય તેમ હતું.પણ ગમે તે કારણે નાના વાહનો નેં પસાર થવા દીધા નથી .
મોરબી કચ્છ હાઇવે લગભગ ૪૨ કલાક જેટલા સમય સુધી મચ્છુ નદી નો પાણીનો પ્રવાહ પસાર થયો હોવાના કારણે નેશનલ હાઈવે રોડના ડગરા નીકળી ગયાં છે અને ભુકા બોલી ગયા છે. રોડ માં મોટા ગાબડા પડી ગયા છે જેમાં એક સાઈડનો રોડ તૂટી ગયો છે જોકે એક સાઇડની સિંગલ પટ્ટી સલામત હોય ત્યાંથી નાના વાહનો વહેલા વહેલી તકે પસાર થઈ શકે તે માટે સ્થળ ઉપર વિઝીટમાં આવેલા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી અને તેમની હાજરી ત્યાં રોડ ઉપર હતી ત્યાં સુધી નાનાં વાહનો નેં પસાર થવા દીધા જેઓ ત્યાં થીં નીકળી ગયા ને રોડ ઉપર નાનાં વાહનો ની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. અહીં એ વાત જણાવી દઈએ કે જે રોડ તૂટી ગયો છે તેને રીપેર કરવામાં સમય લાગે તેમ હોવાથી આ રોડ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. એક બાજુનો રસ્તો જે નાના વાહન માટે ચાલુ થઈ શકે તેમ છે તેને વહેલી તકે શરૂ કરવા તંત્ર દ્વારા તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!