આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરશે:
કટોકટીમાંકંપની વધુ મજબૂત બનીનેને બહાર આવી:ગૌતમ અદાણી

ભારતની મહત્વાકાંક્ષાઓ સાથે સુમેળ સાધીઅદાણી જૂથની આગેકૂચ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના કપરા ચઢાણ અને વ્યાપાર સામ્રાજ્યની વધુ મજબૂતી વિશેના રહસ્યો ખોલ્યા છેએશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ જણાવ્યુ હતું કે, તાજેતરમાં આવેલી તમામ મુશ્કેલીઓનો સામનો કરીને અદાણી ગ્રુપે નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. પીટીઆઈના1 જૂનના અહેવાલ મુજબગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષમાં તેના વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરવાની નેમ વ્યક્તકરી છે.
ગૌતમઅદાણીએ કંપનીની મજબૂત બેલેન્સ શીટ અને વૃદ્ધિનો ઉલ્લેખ કરીને આ વાત કહી છે.ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના તાજેતરના વાર્ષિક અહેવાલમાં તેમણેજણાવ્યું હતું કે “વિવિધ સંપાદનો અને કડક તપાસનો સામનો કર્યો હોવા છતાંઅદાણી ગ્રુપે ક્યારેય પાછીપાની નથી. એટલું જ નહીં,આ જૂથ પોતાનીવ્યૂહરચના બદલી વધુ સ્થિતિસ્થાપક, પ્રબળ અને અડીખમબનીને ઉભરી આવ્યું છે.”
આપનોદૃઢવિશ્વાસએજઅમારીતાકાત
અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું, “અમારા ઉદ્દેશ્યો ભારતની મહત્વાકાંક્ષાઓ સાથે સુમેળ ધરાવે છે.ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમારા શેરધારકોનો અમારામાં દૃઢ વિશ્વાસ એ જ અમારી તાકાત છે.” તેમણે ઉમેર્યું હતું કે “પ્રત્યેક પડકાર અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છેઅને દરેક અવરોધ એક પગથિયું બની જાય છે.”
‘નકારાત્મકતા સત્યનેઢાંકે છે‘
ગૌતમ અદાણી જણાવે છે કે “આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં નકારાત્મકતા ઘણીવાર સત્ય કરતાં વધુ પડઘા પાડે છે. પરંતુઅમે કાનૂની પ્રક્રિયાઓને સહકાર આપીએ છીએ. હું એ પણ ભારપૂર્વક કહેવા માંગુ છું કે અમારા જૂથની કામગીરી વૈશ્વિક ધોરણો મુજબની છે.અમારુ માળખુ મજબૂત છે, અમે તેમાં કોઈ સમાધાન કરતા નથી.”
વિગત વર્ષોમાં અદાણીજૂથના વિવિધ વ્યવસાયોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. બંદરોથી લઈને એરપોર્ટ, નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન, ડેટા સેન્ટરો, સંરક્ષણ ઉત્પાદન, શહેરી ગેસ જેવા અદાણી ગ્રુપના વ્યવસાયોએ નવા વિક્રમો સર્જ્યા છે.
સાચા નેતૃત્વનીકસોટી કટોકટીમાં
ગૌતમ અદાણીએ કહ્યું, “ઇતિહાસ અમને બેલેન્સશીટના કદ માટે નહીં, પરંતુ અમારાનક્કર પાયા માટે યાદ રાખશે; અમે જે બજારોમાં પ્રવેશ્યા તેના માટે જ નહીં, પરંતુ જેવિપદાઓમાંથી મજબૂત બની બહાર આવ્યા તેના માટે યાદ રાખશે. જ્યારે બધી જ પરિસ્થિતીઓઅનુકૂળ હોય ત્યારે નેતૃત્વ કરવું સરળ છે, પરંતુ નેતૃત્વનીસાચી કસોટીતો કટોકટીનો સામનો કરવામાં જ થાય છે.”
ઐતિહાસિક નફાનું વર્ષ
અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું કે, “તાજેતરમાં પ્રકાશિત કંપનીના પરિણામોએક રસપ્રદ વાર્તા કહે છે – રેકોર્ડબ્રેક આવક, અભૂતપૂર્વ વૃદ્ધિ અને ઐતિહાસિક નફાનું વર્ષ.જો કે સત્ય એ છે કે આ તમામ સીમાચિહ્નો અમારી અવિરત શક્તિ અને દ્રઢતાનું પ્રતિબિંબ છે. તે એક એવા જૂથનો પુરાવો છે જેણે અવરોધોથી આગળ વધીને સ્વપ્ન જોવાની હિંમત કરી.જે દરેક શ્વાસ સાથે આવતીકાલ માટેનીપ્રબળ સંભાવનાઓ ખોલે બનાવે છે.”
પોર્ટથી લઈને પાવર સુધીના વ્યવસાયો ધરાવતું આ જૂથ ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ દ્વારા ભારતના સૌથી મહત્વાકાંક્ષી શહેરી પુનર્વસન પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યું છે.



