
રાજપીપળાના વડફળિયા વિસ્તારમાં ગૌસિયા યંગ કમિટી દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરાયું
પવિત્ર રમઝાન માસમાં રોઝો ઈફ્તાર કરાવવાનો અનેરો મહિમા, સતત સાત વર્ષથી યુવાનો કરે છે ઇફ્તારીનું આયોજન
રાજપીપલા : જુનેદ ખત્રી
મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો એવો રમજાન હાલ ચાલી રહ્યો છે ત્યારે આકરી ગરમીમાં રોઝદાર રોજા રાખીને પરવરદિગાર ની ઈબાદત કરી રહ્યા છે ત્યારે ઇસ્લામ ધર્મમાં રોઝા ઇફતાર કરાવવાનો અનેરો મહિમા છે જે સંદર્ભે રાજપીપળાના વડફળિયા વિસ્તારમાં ગૌસીયા યંગ કમિટી દ્વારા એક ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડફળિયા વિસ્તારના આશરે ૫૦૦ થી ૬૦૦ જેટલા રોઝદારો ને રોઝા ઈફ્તાર કરાવવામાં આવ્યાહતા




