રાજપીપળામાં રથયાત્રા સંદર્ભે શાંતિ સમિતિની બેઠક, ફાયર અને મેડિકલ ટીમ પણ રથયાત્રા દરમિયાન સ્ટેન્ડ બાય રહેશે
રથયાત્રાના આગલા દિવસે પોલીસ ડ્રોન દ્વારા રૂટ નિરીક્ષણ કરશે, વીજ કંપનીની ટુકડી યાત્રામાં રહેશે હાજર
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા શહેરમાં વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથ યાત્રા ધામધૂમથી નીકળે છે ચાલુ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે દિશામાં પોલીસ પ્રયાસ હાથ ધરી રહી છે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ની સૂચના મુજબ નર્મદા જિલ્લા એસ.એસ.પી લોકેશ યાદવની અધ્યક્ષતામાં નાયબ પોલીસ અધિક્ષક કુણાલસિંહ પરમાર રાજપીપલા ટાઉન પોલીસ મથક ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી ત્યાર બાદ પોલીસે રાજપીપલા શહેરમાં ફુટ પેટ્રોલિંગ કર્યું હતું
રાજપીપલા પોલીસ મથક ખાતે મળેલી શાંતિ સમિતિની બેઠક માં હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત નગરપાલિકા, વીજ કચેરી ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રથ યાત્રા રૂટમાં આવતા રસ્તા દુરસ્ત કરવા સહિત પાલિકાને સૂચના આપવામાં આવી હતી ઉપરાંત નડતર રૂપ વીજ વાયરો દુરસ્ત કરવા વીજ કંપનીના કર્મચારીઓ ને સૂચના આપવામાં આવી હતી તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે દિશામાં કામ કરવા આગેવાનોને સૂચના આપવામાં આવી હતી
નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા પોલીસ મથક કુણાલસિંહ પરમારે જણાવ્યું હતું કે રાજપીપલા પોલીસ મથક ખાતે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી છે વીજ વાયારો દુરસ્ત કરવા વીજ કચેરી ને સૂચનાઓ આપવામાં આવી છે રથ યાત્રા રૂટમાં આવતા રસ્તા દુરસ્ત કરવા સહિત પાલિકાને સૂચના આપવામાં આવી છે રથ યાત્રા સાથે એમ્બ્યુલન્સ તેમજ ફાયર ટીમ સાથે રહેશે તેમજ મેડિકલ ટીમ પણ સાથે રહેવાની છે યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે દિશામાં પોલીસ પ્રયાસ કરી રહી છે



