NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ગુવાર ગામની સીમમાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલાયો પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા

નર્મદા જિલ્લામાં ગુવાર ગામની સીમમાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલાયો પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા

 

પ્રેમિકા સાથે પ્રેમ સંબંધના વહેમમાં બે આરોપીઓએ મળી ધારિયા વડે હુમલો કરી મિતેષ તડવીનું ઢીમ ઢાળી દીધું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં ગુવાર ગામની સીમમાં થયેલ મર્ડરનો ભેદ ઉકેલાયો રાજપીપલા પોલીસ , એસોજી તેમજ એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી લઇ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી લીધો

 

પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર મિતેશભાઇ ભીખાભાઇ તડવી ઉ.વ.૩૦ રહે.ગુવાર તા.નાંદોદ જી.નર્મદા નાઓ ગુવાર ગામથી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં લાછરસ ગામે વાળ કટીંગ કરાવવા માટે ગયેલ અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે પહોચેલ નહી જેથી રાત્રીના તેમના ઘરના સભ્યો દ્વારા શોધખોળ કરતા મળી આવેલ નહી અને તા.૧૦/૦૭/૨૦૨૪ ના રોજ લાછરસ ગામથી ચુડેલ માતા મંદિર ટોક્યા પીપળાથી ગુવાર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં મિતેશભાઇની હત્યા કરાયેલ હાલતમા લાશ મળી આવતા મિતેશભાઇની માતાએ રાજપીપલા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી

લોકેશ યાદવ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા રાજપીપળા પોલીસ ટીમ દ્વારા અનડીટેકટ મર્ડરના ગુનાના કામે લાછરસ તથા ગુવાર ગામ રોડ ઉપર આવેલ તમામ ફાર્મ હાઉસ ઉપર આવેલ સી.સી.ટીવી કેમેરા ચેક કરવામાં આવેલ. તેમજ ગુન્હાવાળી જગ્યાના ટાવર ડમ્પ લઇ તથા શંકાસ્પદ ઇસમોની કોલ ડીટેલ્સ આધારે તપાસ કરવામાં આવેલ હતી તેમજ લાછરસ, ગુવાર, તરસાલ,માંગરોળ, ટંકારી,થરી તથા કરાઠા ગામની સીમમાં રહેતા શંકાસ્પદ ઇસમો તથા પરપ્રાંતીય મજુરોની સધન પુછપરછ કરવામાં આવી હતી

 

મર્ડર ગુના બાબતે આર.જી.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નર્મદા તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીની હકિકત મેળવવા બાતમીદારોને સમજ કરવામાં આવેલ જે દરમ્યાન હ્યુમન્સ સોર્સ આધારે ખાનગી રાહે ચોક્કસ બાતમી આધારે ઇશ્વરભાઇ ઉર્ફે ગુલો રમણભાઇ તડવી હાલ રહે. લાછરસ મુળ રહે. ગુવાર નાની ઉપરોક્ત ગુના બાબતે પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા તેમજ નયનેશભાઇ ગોપાલભાઇ તડવી રહે.લાછરસ, નકટી ફળીયુ તા.નાંદોદ તથા જ્યોત્સનાબેન ચન્દ્રકાંતભાઇ સોમાભાઇ તડવી રહે થવાવી ટીમ્બી ફળિયુ તા.ડભોઇ જી.વડોદરા હાલ રહે, લાછરસ તા.નાંદોદ જી.નર્મદા નાઓની પણ પુછપરછ કરવી જરૂરી જણાતા પોલીસ સ્ટાફ તથા મહીલા પોલીસ કર્મચારીની હાજરીમાં ઉપરોક્ત શકમંદ ઇસમોને રાજપીપલા એલ.સી.બી.,કચેરી ખાતે લઇ આવવામાં આવેલ.જે બાદ શકમંદ ઇસમોને અલગ અલગ યુક્તિ પ્રયુક્તિથી સધન પુછપરછ કરતા ઉપરોક્ત હત્યા ઇશ્વરભાઇ ઉર્ફે ગુલો રમણભાઇ તડવીએ કરેલ હોવાની હકિકત જણાવતો હોય જેની વધારે પુછપરછ કરતા મરણ જનારના કાકાની પત્નિ સાથે આરોપીને અગાઉ આડા સબંધ હોય અને આરોપી અપરણીત હોય અને પોતાના મોટા બહેનનુ બીજુ ખાલી પડેલ મકાનમાં પોતે રહેતો હોય અને લાછરસ ગામની મહિલા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સબંધ થતા આશરે બે વર્ષથી બન્ને એક મકાનમાં લાછરસ તા.નાંદોદ જી.નર્મદા ખાતે રહેતા હોય અને તા. ૦૯/૦૭/૨૦૨૪ ના સાંજે મરણ જનાર મિતેષ તડવી પોતાના ઘરે આવી પ્રેમિકા મહિલા સાથે બેસેલ હોય જે બાબતે ઇશ્વર ઉર્ફે ગુલાને શંકા જતા પોતાની સાથે મજુરી કરતા પોતાના મિત્ર નયનેશભાઇ ઉર્ફે કાભઇ ગોપાલભાઇ તડવી રહે, લાછરસને ફોન કરી પોતાના ઘરે બોલાવી ઘરેથી મિતેષને તેના ઘરે ગુવાર ગામે મુકવા જવાનું બહાનુ બનાવી પોતાના ઘરે પડેલ ધારીયુ લઇ પોતાનુ મોટર સાયકલ નયનેશે ચલાવવા આપી બન્ને જણા મિતેષને મુકવા માટે નિકળેલ અને લાછરસ ગામથી ચુડેલ માતાના મંદિરથી ગુવાર તરફ જવાના રસ્તે કેનાલ નજીક મોટર સાયકલ ઉભુ રખાવી મિતેષને નીચે ઉતારી પોતાની પ્રેમિકા જ્યોત્સના સાથે કેમ બેસેલ જે બાબતે બોલાચાલી કરી પોતાની પાસે રહેલ ધારીયુ મિતેશને માથાના ભાગે તથા છાતીના ભાગે મારી બન્ને જણ ત્યાંથી પોતાના ઘરે આવી ગયેલ હોવાની હકિકત જણાવેલ જે બાબતે નયનેશ ઉર્ફે કાભઇની પુછપરછ કરતા પોતે પણ ગુનો કરેલાની કબુલાત કરતો હોવાની હકિકત જણાવતો હોય જેથી બંને આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી સારૂ રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યા છ

Back to top button
error: Content is protected !!