
નર્મદાના રોઝાનાર ગામે આડા સંબંધનો વહેમ રાખી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ખેતરમાં સળગાવી દીધો
ગુનાહને છૂપાવવા ફિલ્મી ઢબે પત્નીના મૃતદેહને સિમ વિસ્તારમાં સળગાવી દીધા બાદ પત્ની ગુમ થઈ હોવાની રાવ લઈને પતિ તિલકવાડા પોલીસ મથકે પોહચ્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી અનુસાર નર્મદાના તિલકવાડા તાલુકાના રોઝાનાર ગામે રહેતા આરોપી પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે જોકે તિલકવાડા પોલીસે આરોપી પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળયા પાછળ ધકેલી દીધો છે રોઝનાર ગામે બનેલી ઘટનામાં આરોપી પતિએ પત્નીનું ખૂન કરી તિલકવાડા પોલીસ મથકે પત્ની ગુમ થયાની ખોટી માહિતી આપી પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનું કોકડું ઉકેલી આરોપી પતિને ઝડપી લીધો છે
વિગતવાર જોઈએ તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રોઝાનાર ગામે રહેતા આરોપી કંચનભાઈ ડાયાભાઈ તડવી જેઓ પોતાની પત્ની લલીતા તડવી ( મરણ જનાર) ઉપર ખોટો શક વહેમ રાખતો હોય અને અવાર નવાર ઝગડો તકરાર કરતો હોય અને તારીખ 26/05/2024 ના રોજ સાંજના સમયે રોજાનાર ગામે ખેતરમાં પાકીટ ખોવાયું છે તેવું ખોટું બહાનું કરી પત્નીને ખેતરમાં લઈ ગયો હતો અને લાકડાના ડંડા વાડે પત્નીને માથાના પાછળના ભાગે સપાટા મારી મોતને ઘાટ ઉતારી હતી એટલુંજ નહિ ફિલ્મી ઢબે પત્નીના મૃતદેહને ખેતરમાં જ લાકડા ભેગા કરી સળગાવી દઈ લાશ નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાર બાદ તિલકવાડા પોલીસ મથકે પત્ની ગુમ થઈ છે તેવી ખોટી ફરિયાદ આપી હતી તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લેટા સમગ્ર ઘટનાની તપાસ કરતા તપાસ દરમિયાન પતીએજ આડા સંબંધનો વહેમ રાખી પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું તિલકવાડા પોલીસે આરોપી કંચન ડાયા તડવી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે



