
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં દેડીયાપાડા તાલુકામાં ૯.૨૯ ઈંચ અને સાગબારા તાલુકામાં ૮.૮૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો
તારીખ ૨૫મી થી ૨૬ મી ઓગષ્ટ સવારના ૬:૦૦ કલાકે પૂર્ણ થતા છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં કુલ ૩૨.૭૨ ઈંચ વરસાદ વરસ્યો
જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ ૧૧૨૫.૬૦ મિ.મિ. વરસાદ નોંધાયો
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે તા.૨૬ મી ઓગષ્ટ, ૨૦૨૪ ને સોમવારના રોજ સવારે ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડિયાપાડા તાલુકામાં ૨૩૬ મિ.મિ. એટલે કે ૯.૨૯ ઈંચ, સાગબારા તાલુકામાં ૨૨૫ મિ.મિ.(૮.૮૬ ઈંચ), નાંદોદ તાલુકામાં ૧૭૯ મિ.મિ.(૭.૦૫ ઈંચ), ગરૂડેશ્વર તાલુકામાં ૯૭ મિ.મિ.(૩.૮૨ ઈંચ) અને તિલકવાડા તાલુકામાં ૯૪ મિ.મિ.(૩.૭૦ ઈંચ) વરસાદ નોંધાતા છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૧ મી.મી. એટલે કે ૩૨.૭૨ ઈંચ વરસાદ નોંધાયો છે.
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકામાં ૧૩૭૩ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૧૨૩૫ મિ.મિ. , નાંદોદ તાલુકામાં ૧૧૪૮ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૧૦૭૩ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં ૭૯૯ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૧૧૨૫.૬૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની સ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૩૫.૨૭ મીટર, કરજણ ડેમ ૧૧૦.૪૮ મીટર, નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૮૦ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૭.૮૦ મીટરની સપાટી જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૨.૨૮ મીટર હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.





