
નર્મદા: એકતાનગર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે પોલીસ હાઉસિંગ બોર્ડના મકાનોનું લોકાર્પણ
ડી.જી.પી. પ્રાયોરીટી અંતર્ગત પોલીસ કર્મીચારીઓ માટે રૂ.૧૯.૦૯ કરોડના ખર્ચે આવાસોનુ નિર્માણ અને કુલ રૂ.૨૧.૯૮ કરોડના ખર્ચે મેલ, ફીમેલ અને ઓફીસર બેરેકનું નિર્માણ કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યકક્ષા મંત્રીશ્રી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે એકતાનગર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા પોલીસ હાઉસિંગ બોર્ડના નવ નિર્મિત મકાનોનું રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ નવ નિર્મિત મકાનની મુલાકાત લઈ ઝીણવટ પૂર્વકની માહિતી મેળવી હતી.
આ વેળાએ મંત્રીએ જણાવ્યું હતુ કે, સરકારના સહયોગથી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમીટેડ દ્વારા રૂ.૧૯.૦૯ કરોડના ખર્ચે B-48, C-12, D-06 અને E-03 પ્રકારના આવાસો બનાવાયાં છે. જેમાં બેડરૂમ, હોલ, કિચન, બાલ્કની અને એટેચ ટોઇલેટ સાથે આધુનિક સુવિધાઓ અપાઈ છે. કેમ્પસમાં ગાર્ડન, રમતોના સાધનો, ફાયર ફાઈટિંગ, ઓપન પાર્કિંગ અને લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
સાથે-સાથે રૂ.૨૧.૯૮ કરોડના ખર્ચે મેલ, ફીમેલ અને ઓફિસર માટે ૪૭૨ જેટલા બેરેક બનાવવામાં આવ્યા છે. અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે રૂમ, ફ્લેટમાં આર.ઓ. પીવાના પાણી અને કુલર જેવી સુવિધાઓ તેમજ કેમ્પસમાં ગાર્ડન, મેસ, ફાયર ફાઇટિંગ, ઓપન પાર્કિંગ અને લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. સરકારના પ્રયાસ થકી રાત-દિવસ કામ કરતા પોલીસ કર્મીઓને માટે સારી એવી સુવિધા મળી રહેશે.





