NANDODNARMADA

મહારાષ્ટ્ર માલેગાંવની કાકાણી સ્કૂલના અમૃત મહોત્સવમા રાજપીપલાની તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ્યોતિ જગતાપનું વિશેષ સન્માન

મહારાષ્ટ્ર માલેગાંવની કાકાણી સ્કૂલના અમૃત મહોત્સવમા રાજપીપલાની તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ્યોતિ જગતાપનું વિશેષ સન્માન

જ્યોતિ જગતાપ સહીત દેશ વિદેશમા વસતા 75 વિશિષ્ટ ક્ષેત્રે કામગીરી કરનાર મહાનુભાવોનું શાલ ઓઢાડી ટ્રોફી, મેડલ આપી કરાયું જાહેર સન્માન..

રાજપીપલા : જુનેદ ખત્રી

માલેગાંવ એજ્યુકેશન સોસાયટી અને સોસાયટી સંચાલિત ઝુંબરલાલ પન્નાલાલ કાકાણી વિદ્યાલય અને સૌ. રૂકમીણીબાઈ ઝુંબરલાલ કાકાણી કન્યા વિદ્યાલયને 75 વર્ષ પુરા થતાં હોઈ શાળાનો ભવ્ય અમૃતમહોત્સવ માલેગાંવ ખાતે ઉજવાયો હતો.આ અમૃત મહોત્સવમા નર્મદા, ગુજરાતની મહિલા અગ્રણી, પત્રકાર અને કાકાણી શાળાની તેજસ્વી વિદ્યાર્થીની શ્રીમતિ જ્યોતિ જગતાપનું વિશેષ
પ્રાવીણ્ય સન્માન કરાયું હતું. જેમાં જ્યોતિ જગતાપને શાલ ઓઢાડી, ટ્રોફી એનાયત કરી મેડલ અને પુષ્પગુચ્છ અર્પણકરી જાહેર સન્માન કરાયું હતું.

કાકાણી સ્કૂલના અમૃત મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમા આ શાળામાંથી ભણીગણીને દેશ વિદેશમા પહોચેલા અને વિવિધ ક્ષેત્રમા નોંધપાત્ર કામગીરી કરનાર 75 જેટલાં ભૂતપૂર્વવિદ્યાર્થી મહાનુભાવોનું મહારાષ્ટ્ર રાજ્યના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમા જાહેરમા વિશેષ પ્રાવિણ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રના
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહ સંચાલક નાનાસાહેબ જાધવ,મહારાષ્ટ્ર્ર રાજ્યના બંદરો ખાણ ખનીજ મંત્રી તેમજ
પ્રભારી મંત્રી દાદાજી ભુસે,હિંદુ મિલિટરી એજ્યુકેશન સોસાયટીના પ્રકાશપાઠક, મનોહર કાસાર અને સંસ્થાના અઘ્યક્ષ વિલાસ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતા.

સંસ્થાની શાળાઓની 75મો સ્થાપના દિવસ અને આ ભવ્ય અમૃતમહોત્સવમા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્પેશિયલ મેરિટ એવોર્ડ, નિવૃત્તશિક્ષકોનું જાહેર સન્માન, ચિત્ર પ્રદર્શન,તેમજ શાળાના 75 વર્ષના ઇતિહાસની યાદ તાજી કરાવતી દળદાર સ્મૃતિ અંક “અમૃત કળશ” નું વિમોચન તેમજ શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમો યોજી શાળાના અમૃત મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.

આ અમૃત મહોત્સવમાં તાજના સાક્ષી બન્યા હતા શાળાના અસંખ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો. જેમાં7000 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ભવ્ય મેળાવડો જામ્યો હતો. બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે નીકળેલી ભવ્ય શોભાયાત્રા ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. વાજતે ગાજતે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા જોવ માંલેગાંવ શહેરની વિશાળ જનમેદની ઉમટી હતી.અને પોતાનાજ ગામની શાળાના દેશવિદેશમાંથી ઉમટેલા ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજેલા ભૂતપર્વ વિદ્યાર્થીઓને આવકારવા ગ્રામજનોમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.જેમાં જૂના મિત્રોની વર્ષો બાદ થયેલી મુલાકાતથી વિદ્યાર્થીઓ અભિભૂત થયાં હતા.આ મેળાવડામા વિદ્યાર્થીઓનો પ્રેમ, ઉત્સાહ અને આનંદનો મહાસાગર છલકાયો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!