NANDODNARMADA

દેડિયાપાડાના કંકાલા ગામેથી મરઘા ભરવાની પિકપમાં ચોર ખાનું બનાવી સંતાડેલો ઈંગ્લીશ દારૂ એલસીબી નર્મદાએ ઝડપી લીધો

દેડિયાપાડાના કંકાલા ગામેથી મરઘા ભરવાની પિકપમાં ચોર ખાનું બનાવી સંતાડેલો ઈંગ્લીશ દારૂ એલસીબી નર્મદાએ ઝડપી લીધો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે વિસ્તારના કંકાલા ગામ ખાતે ચોર ખાનાવાળી પીકઅપ ગાડીમાથી કુલ કિ.રૂ ૫.૬૬ લાખના ઈંગ્લીશ દારૂનો જથ્થો એલ.સી.બી નર્મદાએ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

એલ.સી.બી. ટીમના માણસો પ્રોહી અંગેની વોચ તેમજ પેટ્રોલીંગમા ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે મહારાષ્ટ્ર રાજ્ય માથી પીકઅપ ગાડી મરઘા ભરવાના પીઝરા નીચે ચોર ખાનામાં ભારતીય બનાવટ નો અગ્રેજી દારૂ ભરી સાગબારા થી ડેડીયાપાડા તરફ આવતી હોય તેવી માહીતી મળતા કંકાલા બસ સ્ટોપ પાસે હાઈવે ઉપર વોચ મા હતા તે દરમ્યાન બાતમીવાળી પીકઅપ ગાડી આવતા ગાડી રોકી તપાસ કરતા કુલ કિ.રૂ ૫,૬૬,૦૮૯/- વિદેશી દારૂ સહિત મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં આરોપી (૧) રઉફ રસીદ તાંબોલી ઉ.વ ૩૫ રહે.આસીયાના નગર સબનમ બેકરીની બાજુમાં બારડોલી તા,બારડોલી જી.સુરત (૨) આંનદ નીંબાજી મહાલે ઉ.વ ૫૩ રહે.સ્માટ અશોક નગર ઘર નંબર ૧૩૯ વોર્ડ-૦૭ મરઠી સ્કુલ નજીક નેપાનગર તા,બરહનપુર(મધ્ય પ્રદેશ) ને ઝડપી પાડવામાં આવ્યા છે ઉપરાંત અન્ય એક આરોપી સાગર ગામીત ગુનાના કમે વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે

 

Back to top button
error: Content is protected !!