GUJARATHALOLPANCHMAHAL

હાલોલ જ્યોતિ સર્કલ પાસેથી જિલ્લા LCB પોલીસે ઘરફોડ ચોરીના ત્રણ આરોપીઓને 2.25.024ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૭.૨૦૨૫

પંચમહાલ જિલ્લા એલસીબીની ટીમે હાલોલ જ્યોતિ સર્કલ પાસે ચોરીની મોટર સાયકલ ચોરીના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડી જાંબુઘોડા તથા હાલોલ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ચાર કેસો ઉકેલ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા એલસીબીની ટીમને પાક્કી બાતમી મળી હતી કે જાંબુઘોડા ખાતે થયેલી ઘરફોડ ચોરીમાં ગયેલ દાગીના હેમંતભાઈ ઉર્ફે બટકો ચિમનભાઇ પવાર રહે.હાલોલ ભરોંના ફળિયા,વિશાળકુમાર અરવિંદભાઈ પરમાર રહે.રાયણવાડિયા હાલોલ તથા વિક્રમસિંહ અશ્વિનસિંહ રાણા રહે.પપ્પાજી પાર્ક હાલોલ નાઓ સોના ચાંદીના દાગીના ઘરેણા નો ભાગ પાડી નબર પ્લેટ વગરની મોટર સાયકલ લઈ પાવાગઢ કાળીભોય તરફથી જ્યોતિ સર્કલ તરફ આવનાર હોવાની પાકી બાતમીના આધારે એલસીબીની ટીમે જ્યોતિ સર્કલ પાસે નાકાબંધી કરી ચેકીંગ હાથ ધરતા ત્રણેવ આરોપીઓ ઝડપાઈ ગયા હતા તેઓ પાસે કરતા સોના ચાંદીના ના 1,13,424 ,50,000 મોટર સાયકલ,61,000 રોકડા તેમજ ચોરીના કરવા ઉપયોગ માટે ડિસમિસ અને પાના પક્કડ રૂ.600 ના મળી કુલ 2,25,024 નો મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!