
ગરૂડેશ્વર : મૃત્યુ પામેલા આદિવાસી યુવાનોના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવતા મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નિર્માણાધિન ટ્રાઈબલ મ્યુઝિયમ ખાતે ગત તા.૬ ઓગષ્ટ, ૨૦૨૪ની રાત્રે ગરૂડેશ્વરના ગભાણા ગામના બે યુવાનો જયેશભાઈ શનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ઢોર માર મારવાની ઘટના બની હતી. જેમાં જયેશભાઈ તડવીને ગરૂડેશ્વર સરકારી દવાખાને કરાતા ત્યાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે સંજયભાઈ તડવીને રાજપીપલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.
તેમને ન્યાય અપાવવા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ બીડુ ઝડપ્યું હતું તેઓ તેમના સાથીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર લોકો સામે ગુનો દાખલ કરીને સખત કાર્યવાહીની માંગ કરી હતી ઉપરાંત પરિવારને એક કરોડ રૂપિયા આર્થિક સહાય કરવા એજન્સી ને માંગ કરી હતી જોકે ચૈત્ર વસાવે આરોપ લગાવ્યો હતો કે ત્યાં કામ કરતા મજૂરો અને સુપરવાઇઝરને જેલમાં પૂરી દઈ ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ચૈત્ર વસાવા જવાબદાર લોકો અને એજન્સીના માલિક સામે ગુનો નોંધવા માંગ કરી છે હાલ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે
આ બંને મૃતકોના પરિવારજનોને શાંત્વના આપવા
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામે પહોંચ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત અન્ય આગેવાનોએ પણ મૃતકના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી હતી
અગામી ૧૨ તારીખે મૃતકોની શ્રધ્ધાંજલિ સભા નું આયોજન કરાયું છે અને ન્યાય માટે ધારાસભ્ય ચૈતર વસાવા હાલ અકરા પાણીએ દેખાઈ રહ્યા છે ત્યારે ભાજપ નેતાઓ એ ચૈતર વસાવા સમગ્ર મુદ્દે રાજકારણ કરી રહ્યા નો આરોપ પણ લગાવી રહ્યા છે



