
ડેડીયાપાડા થી મોવી રસ્તો 108, બસ તેમજ સબ વાહિની જેવી આવશ્યક સેવાઓ માટે ચાલુ રાખવા ધારાસભ્ય ચૈતર વસાવાએ રજુઆત કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના મોવીથી ડેડીયાપાડા જતો માર્ગ રીપેરીંગ કામ હેતુ બંધ કરવામાં આવ્યો છે ત્યારે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ જિલ્લા કલેકટરને આવશ્યક સેવાઓ માટે રસ્તો ચાલુ રાખવા માટે રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું છે
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તા.૦૪/૦૭/૨૦૨૪ થી મોવી દેડિયાપાડા રોડ (એસ.એચ.૧૬૦) રોડના રિપેરીંગના કામ માટે રોડ ને તા.૦૪/૦૭/૨૪ થી ૩૦/૦૯/૨૪ સુધી વાહન વ્યવહાર બંધ કરી દેડિયાપાડા થી રાજપીપળા જતાવાહનો ને દેડિયાપાડા-નિવાલ્દા- નિગઢ- નેત્રંગ થઈ મોવી તથા રાજપીપળા થી દેડિયાપાડા જતા વાહનો ને મોવી- ખરાટા- કાંટી પાડા-નેત્રંગ થઈ દેડીયાપાડા ડાયવર્ઝન આવી ડાયવર્ટ કરવામાં આવેલ છે.
ઉક્ત જાહેરનામાં થી કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન રાજપીપળા અને પોલીસ અધિક્ષક નર્મદાની સુચનાથી મોવી અને દેડિયાપાડા ખાતે લોખંડની ચેનલો અને એંગલો પણ ઉભી કારવામાં આવી છે જેને કારણે આ રૂટ ચાલતી બસ,૧૦૮-એમ્બ્યુલન્સ, સબવાહિની જેવી આવશ્યક સેવા માટે પણ નેત્રંગ થઈ જવું પડે છે જેને કારણે ઈમર્જન્સી કેસ રસ્તે મૃત્યુ પામતા હોય છે કેટલાક બહેનો ની ડિલિવરી પણ રસ્તે થવાના કિસ્સા ઓ સામે આવ્યા છે મોવી થી દૈડિયાપાડા રૂટ પર ના ગામડાઓના આપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મકાન બાધકામ મટિરિયલ અને ખેતી સામગ્રી લાવવા લોકોને ઘણી હાલાકી નો સામનો કરવો પડે છે જેવી સ્થાનિક લોકો ની રજુઆતો અમારી સમક્ષ આવેલી છે. ત્યારે આવશ્યક સેવાઓ માટે વાહનો રસ્તા ઉપરથી ચાલુ રાખવા ધારાસભ્યએ રજુઆત કરી છે
જોકે સમગ્ર મામલે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ વારંવાર થતાં રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની તેમજ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા છે એકાદ વર્ષ પહેલા બનેલા રોડ ની હાલત ગંભીર બનતા રસ્તાના કામોની ગુણવત્તા બાબતે સવાલો ઊભા કર્યા છે



