NANDODNARMADA

નર્મદા જિલ્લામાં કોંગ્રેસને ઝટકો, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ સહિત ૧૦૦થી વધુ લોકો ભાજપમાં જોડાયા

નર્મદા જિલ્લામાં કોંગ્રેસને ઝટકો, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ સહિત ૧૦૦થી વધુ લોકો ભાજપમાં જોડાયા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ સહિત ૧૦૦થી વધુ લોકો ભાજપમાં જોડાયા રાજપીપલા કમલમ ખાતે કેસરીયા કર્યા

 

આજે નર્મદા જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલભાઈ બારીયા સહિત ૧૦૦ થી વધુ આગેવાન અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે રાજપીપળા ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં તેઓને ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં સ્વાગત કરાયું છે જોકે નર્મદા જિલ્લામાં કોંગ્રેસમાં સંગઠન નો અભાવ જોવા મળે છે ત્યારે ૧૦૦ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડતા કોંગ્રેસને ઝટકો લાગ્યો એમ કહી શકાય

પ્રવેશવિધિમાં ગુજરાત સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી ભિખુસિહ પરમાર, જિલ્લા બીજેપી પ્રમુખ નીલ રાવ, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિ રહી હતી ઉપરાંત ભાજપ જિલ્લા પ્રભારી ધર્મેશભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

 

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કાર્યકરોએ જણાવ્યુ કે, કોંગ્રેસમાં વિકાસ અંગે કોઈ દિશા કે દૃષ્ટિ ન હોવાથી તેમણે વિકાસશીલ અને રાષ્ટ્રવાદી નીતિઓ ધરાવતી ભાજપ પાર્ટીનો સાથ અપાવ્યો છે.આ પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું કે, આ નવા કાર્યકરોના જોડાણથી પાર્ટી વધુ મજબૂત બની છે અને પ્રદેશમાં વિકાસના નવા દિશાસૂચક આયામો ઊભા થશે.

Back to top button
error: Content is protected !!