GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગમાં 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં નિર્ણય લેવામાં આવ્યો.

MORBI:મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગમાં 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં નિર્ણય લેવામાં આવ્યો..

 

 

મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે અને માંગ કરતા ખૂબ વધુ પ્રોડક્શન થતું હોવાના કારણે વેચાણ થતું નથી અને જોઈએ તેવું માર્કેટ મળતું નથી તેજીનો જે સમય હતો તે હાલ મંદીના માહોલમાં ફેરવાઈ ગયેલ છે જેથી કરીને સમયસર પેમેન્ટ પણ થતાં નથી જેથી કરીને સિરામિક સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા કારખાનારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયેલ છે તેવામાં મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગ મળી હતી જેમાં 1 એપ્રિલ થી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં તેવો નિર્ણય લેવામાં આવેલ છે.

મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદા જુદા મટિરિયલ સપ્લાય કરતા સપ્લાયરોની મીટીંગ યોજાઇ હતી અને જેમાં સપ્લાયરોનું એસો. બનાવવા માટેની ગતિવિધિ ચાલી રહી છે તેવામાં આજે રો-મટીરીયલના પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મીટીંગ મળી હતી જેમાં એબ્રેસિવ, સ્કોરિંગ વિલ, નેનો પેડ વિગેરે સપ્લાય કરતા 40 થી વધુ સપ્લાયરો ભેગા થયા હતા અને બધાએ રો-મટીરીયલ એસો.માં જોડાવા માટેની કાર્યવાહી કરી હતી અને આ મિટિંગમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમકે ઓવર ક્રેડિટ બંધ કરવું, પેમેન્ટ દેવાના સમયે સપ્લાયર ચેન્જ કરીને કારખાનેદારો દ્વારા માલ લેવો, ખાસ કરીને હાલમાં 240 થી 400 દિવસથી પણ વધારે જે ફેક્ટરીએ પેમેન્ટ કલેક્શન બાકી રાખેલ છે તે ફેક્ટરીઓ પર કઈ રીતે સપ્લાયર્સના પેમેન્ટનું કલેક્શન કઢાવવું વિગેરે બાબતની ચર્ચા કરી હતી અને આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, “આગામી 1 એપ્રિલ થી માત્ર 90 દિવસ જ સપ્લાય 90 દિવસની પેમેન્ટ ક્રેડિટ આપશે તેનાથી વધુ પેમેન્ટ ક્રેડિટ કોઈ ઉદ્યોગકારોને આપવામાં આવશે નહીં જે નિર્ણય ઉપર સહુ કોઈ સહમત થયા હતા.

Back to top button
error: Content is protected !!