NANDODNARMADA

નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ધવલિવેર ગામે સગા ભાઈની હત્યા કરનાર હત્યારાને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ધવલિવેર ગામે સગા ભાઈની હત્યા કરનાર હત્યારાને આજીવન કેદની સજા

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જીલ્લા ના સાગબારા તાલુકા ના ધવલિવર ગામે ખેતર માથી ટામેટા તોડવા ની નજીવી બાબતે સગા ભાઈ એ પોતાના ભાઈ ની ચપ્પુ મારી હત્યા કરી હતી આ કેસ

મે.નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતાં હત્યા ના આરોપી માસીરામ કાયલાભાઈ વસાવા રહે.વડ ફળીયું,ધવલીવેર તા.સાગબારા જી.નર્મદાનાઓને ઈ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબના શિક્ષાપાત ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ ની ધારદાર દલીલો અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર પ્રિન્સી. સેસન્સ જજ નર્મદા રાજપીપળાના ઓએ આરોપીને ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦/- નો દંડની સજાનો હુકમ ફરમાવેલ છે.

 

આ કેસમાં હકીકત એવી હતી કે મરણજનાર કાશીરામભાઈ કાયલાભાઈ વસાવાનાઓ અને સજા પામનાર માસિરામ કાયલાભાઈ વસાવા બંન્ને સગા ભાઈઓ થતાં હોઈ આરોપી અને મરણજનાર બન્ને ભાઈઓ ના ધર પણ મોજે ધવલીવેર ગામે એક જ ફળીયામાં સામસામે આવેલ હોઈ મરણજનાર કાશીરામભાઈ કાયલાભાઈ વસાવાનાઓ તા.૬/૧/૨૩ના રોજ પોતાના ઘરે પોતાની પત્નિ સાહેદ વજરાબેન કાશીરામભાઈ કાયલાભાઈ વસાવાનાઓ સાથે હાજર હતા અને શાકભાજી સમારતા હતા તે વખતે આરોપી ભાઈ મરણજનારના ઘરના આંગણામાં આવી આરોપીએ આ મરણજનાર સાથે ખેતરમાંથી ટામેટા કેમ તોડી લાવેલ છે તેમ કહી ને ઝઘડો કરી પોતાના હાથમાંના ચપ્પુ વડે પોતાના સગા ભાઈ ના પેટમાં નાભીથી નીચે જમણી બાજુએ ચપ્પુનો એક ઘા મારી તેને ગંભીર ઈજા કરી હતી , ઇજાગ્રસ્ત ને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું તા. ૧૪/૧/૨૩ના રોજ મોત થયેલ હતુ.

 

આ મામલે સાગબારા પોલીસ મથક મા હત્યા કરનાર આરોપી ભાઈ સામે હત્યા નો ગુનો દાખલ કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

આ કેસ મે.નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ઈ.પી.કો. કલમ ૩૦૨ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦/- નો દંડની સજાનો હુકમ તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ ફરમાવેલ છે.

Back to top button
error: Content is protected !!