
આત્મવિલોપનની ચિઠ્ઠી મુકી લાપતા થયેલા નાંદોદ માંગરોલ ધનેશ્વર મંદિરના મહંતનો ત્રણ દિવસથી કોઈ પતો નહીં
તંત્ર પાસે મેં અનેક્વાર વ્યાયની ભીખ , માંગી પણ મને ન્યાય મળ્યો નથી ,મારી પાસે સત્તા તથી સંપતિ નથી એટલે મને ન્યાય મળતો નથીઃ સદાનંદ મહારાજનો વિડિયો વાયરલ
જુનેદ ખત્રી : રાજપીપલા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ધનેશ્વર મહાદેવ મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી ક્યાંક ગુમ થતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી મંદિર અને આશ્રમની મિલકતોને લઈ સાધઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને થોડા સમય પહેલાં ધનેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીની ઘટના બનતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી ગુમ થઈ જતા ત્રણ દિવસે પણ તેમનો કોઈ પતો નથી ત્યારે સંત સમિતિમાં ચિંતાનો માહોલ છે


