GUJARAT
તરવા ગામે શિનોર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકામાં કાયદો વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેમજ સાઇબર ક્રાઈમ અટકાવવા માટે શિનોર પોલીસ દ્વારા તાલુકાના ગામોમાં અવાર નવાર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.જે અંતર્ગત આજરોજ શિનોર તાલુકાના તરવા ગામે પણ શિનોર પોલીસ દ્વારા સાધલી આઉટ પોસ્ટ ના હેડ કોન્સ્ટેબલ વર્ધાજી ,હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈની ઉપસ્થિતિમાં ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને ગામની સીમમાં કુવાઓ પર રહેતાં પરપ્રાંતીય લોકો પાસેથી જરૂરી માહિતી મેળવી ,નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા,અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ ન કરવા,OTP કોઈને આપવો નહીં,લાઈટ બીલ ભરો નહિ તો કપાઈ જશે,પૈસા ડબલ જેવી લોભામણી સ્ક્રીમો આપી કરવામાં આવતી છેતરપિંડી અંગેની ખુબ સુંદર જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઉપ સરપંચ રાજેશ વસાવા,યુવાનો,મહિલાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.