GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના પીગળી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના ચેરમેન તરીકે વિજયસિંહ ની વરણી

તારીખ ૧૩/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના પીંગળી ગામની ધી. દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન પદ અને વાઇસ ચેરમેન પદ માટે મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વ સંમતિથી પીંગળી ગ્રામ પંચાયતના સરપંચ વિજયસિંહ સોલંકીની ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન પદે મીનાબેન રાકેશસિંહ સોલંકી ની નિયુક્તિ કરવામાં આવી છે. પીંગળી દૂધ ઉત્પાદક મંડળીમાં અંદાજિત ૪૦૦ સભાસદો ધરાવતી દૂધ ઉત્પાદક મંડળી ના ચેરમેન પદે વિજયસિંહ સોલંકી ની નિયુક્તિ થતા ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.





