NANDODNARMADA

નર્મદા : નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારની અધ્યક્ષતામાં ૧૬ મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

નર્મદા : નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારની અધ્યક્ષતામાં ૧૬ મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 

૧૬ મો રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આજે નર્મદા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારે જણાવ્યું કે, આજે સિનિયર સિટીઝન, બૂથ લેવલ ઓફિસર્સ, તેમજ તાજેતરમાં 18–19 વર્ષની ઉંમરે મતદાર યાદીમાં નોંધાયેલા નવા યુવા મતદારો, એનસીસી કેડેટ્સ, સુપરવાઈઝર તથા સહાયક સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ‘હાર્ટ ઓફ ઈન્ડિયન ડેમોક્રેસી’ની ભાવનાને આત્મસાત કરી સૌએ પ્રતિજ્ઞા લીધી કે અમે સૌ કોઈપણ ધર્મ, જાતિ, જાતિ-વર્ગ કે ભેદભાવ વિના જવાબદારીપૂર્વક અને નિર્ભય રીતે મતદાન કરીશું તથા આપણા મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીશું.

વધુમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે જિલ્લાના તમામ નાગરિકોને મતદાનના મહત્વને સમજી, પોતાનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાયેલું છે કે કેમ તેની ખાતરી કરી જ્યારે પણ ચૂંટણીનો અવસર મળે ત્યારે અવશ્ય, નિર્ભય અને જવાબદારીપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી.

 

યુવા મતદાર દિવ્યરાજસિંહ અટોદરિયા જણાવ્યું કે,

“આજે રાષ્ટ્રીય મતદાતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે હું અહીં આવ્યો છું. આજે, 25 જાન્યુઆરીના રોજ, મને મારું નવું મતદાર ઓળખપત્ર (ઈલેક્શન કાર્ડ) પ્રાપ્ત થયું છે. હું 18 વર્ષનો થયો છું, એટલે મને મતદાનનો અધિકાર મળ્યો છે તેનો મને ખૂબ આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે.હું તમામ યુવા મિત્રોને પણ અપીલ કરું છું કે તેઓ ચૂંટણી પ્રક્રિયામાં અવશ્ય ભાગ લે, પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવે અને મતદાનના અધિકારનો ઉપયોગ કરે. ભારત એક લોકશાહી દેશ છે અને આ લોકશાહીને મજબૂત બનાવવા માટે હું અવશ્ય જવાબદારીપૂર્વક મતદાન કરીશ.”

Back to top button
error: Content is protected !!