
નર્મદા જિલ્લા બારએસોસિએશનની ઉપપ્રમુખની ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે ટાઈ : છ- છ મહિના પદભાર સંભાળશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પદે એડવોકેટ વંદનાબેન ભટ્ટ સતત ૧૧ મી વાર બિરાજમાન થયા છે જોકે ચાલુ વર્ષે નર્મદા જિલ્લા બાર એસોસિયેશનની ચૂંટણીમાં પ્રમુખ પદ ઉપર વંદનાબેન ભટ્ટ બિન હરીફ ચૂંટાયા છે ઉપરાંત સેક્રેટરીના પદ ઉપર પઠાણ આદિલખાન જોઈન્ટ સેક્રેટરી તડવી પ્રવીણભાઈ મહિલા પ્રતિનિધિ તડવી દમયંતિબેન લાઈબ્રેરીયન મોહંમદ સાહિલ બિન હરીફ ચૂંટાયા છે જ્યારે ઉપ્રમુખ માટે બે ઉમેદવાર સાજીદભાઈ મલીક અને રોહિત અશ્વિનકુમારે ઉમેદવારી નોંધાવી હતી જે માટે ૨૦ ડિસેમ્બરના રોજ રાજપીપલા જિલ્લા કોર્ટ ખાતે ચૂંટણી યોજાઈ હતી જેમાં બંને ઉમેદવારોને ૫૧- ૫૧ વોટ મળ્યા હતા જેથી ટાઈ પડી હતી જેથી પહેલા ૦૬ મહિના સાજીદભાઈ મલીક અને પછીના ૦૬ મહિના રોહિત અશ્વિનકુમાર ઉપપ્રમુખ પદ સંભાળશે તેવુ નક્કી કરાયું હતું



