વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-અબડાસા કચ્છ.
અબડાસા તા.11.જૂન – અબડાસા તાલુકાના કનકપર નજીક કોઠારા ભુજ રોડ પર રામવાડી મધ્યે આજરોજ અશ્વપ્રેમી રેસ સમિતિ અબડાસા દ્વારા આયોજિત ઘોડા દોડ યોજવામાં આવી હતી આ દોડ મા લખપત રાજકોટ મુંદ્રા ભચાઉ રાપર ગાંધીધામ ભુજ અબડાસા માંડવી ખાવડા વિસ્તાર ના અશ્વપ્રેમીઓ ભાગ લીધો હતો બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડયા હતા અબડાસા તાલુકામાં જાણે મુંબઈ નો રેસકોર્ષ મૈદાન જેવો નઝારો જોવા મડયો હતો આ ઘોડા દોડ નો આયોજન સમિતિ ના પ્રમુખ સલીમભાઈ હિંગોરા અને મહામંત્રી ઈબ્રાહિમભાઈ હિંગોરા ધનાવાડા વાલા એ કરી હતી આવેલા મુખ્ય મહેમાનો ને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા રેસ માં પચાસ હજાર જેટલી માતબર રકમ ઈનામો ના મુખ્ય દાતાઓ હાજીજાકુબ હિંગોરા અને મજીદભાઈ હિંગોરા ધનાવાડા અને જગતભાઈ ચોધરી હરીયાણા અને અબડાસા તાલુકા પંચાયત ના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયત ના માજી સદસ્ય ગીરીરાજ સિંહ જાડેજા અને છત્રસિંહ જાડેજા નલીયા અને રામદેવસિંહ જાડેજા નો સહયોગ રહ્યો હતો રેસ મુખ્ય ભુમિકા પંચો ની હોય છે આ રેસ માં પંચ તરીકે જકરીયા હિંગોરા માજી સરપંચ ધનાવાડા અને રીટાયર્ડ પીએસઆઇ હાજીઈશાકભાઈ હિંગોરા અને હાજી મામદસિધીક હિંગોરા સરપંચ ગઢવાડા અને માજી સરપંચ હાજીરજાકભાઈ હિંગોરા ખીરસરા અને હાજીનુરમામદ હિંગોરા અને અજીજ હિંગોરા સહિત ના આગેવાનો એ ભુમિકા ભજવી હતી ણ મોટી રેવાલ દોડમાં પ્રથમ નંબરે પડાણા ગાંધીધામ ના ઈકબાલભાઈ હારૂન ચાવડાને 11000 બીજા નંબરે ડુમરાના હાજીબબા ભજીર ને 7000- ત્રીજા નંબરે નંબર જાડેજા બાપજી ભેદી ને 5100- રોકડ રૂપિયા ઈનામ આપવામાં આવ્યો હતો નાની રેવાલ દોડમાં પ્રથમ નંબરે હમીદભાઈ તૂર્ક વિઝાણ 7000- બીજા નંબરે દેવુભા જાડેજા વાગળ 5100- ત્રીજા નંબરે અબ્દ્રેમાન ભુજ 3100 રોકડ રૂપિયા ઈનામ આપવામાં આવ્યો હતો સાથે સરાળો દોળ પણ રાખવામાં આવી હતી તેના પ્રથમ નંબર ને 3100- બીજા નંબર ને 2100- ત્રીજા નંબર ને 1500 રોકડ રૂપિયા ઈનામ આપવામાં આવ્યો હતો એ પછી અદાંત દોળ પણ રાખવામાં આવી હતી અને તેમાં પ્રથમ નંબર ને-2100- બીજા નંબર ને 1500- ત્રીજા નંબર ને 1100- રોકડ રૂપિયા ઈનામ આપવામાં આવ્યો હતો આ રેસ માં અબડાસા ના માજી ધારાસભ્ય ઈબ્રાહિમભાઈ મંધરા, જીલ્લા પંચાયત સદસ્ય પુરષોત્તમભાઈ મારવાડા નખત્રાણા ના મુસ્લિમ આગેવાન શફીમામદ ભાઈ હિંગોરા અને યાકુબભાઈ મુતવા અને વરિંદભાઈ જત અને માજી સરપંચ ઈસ્માઈલ ભાઈ સહિત ના વિવિધ આગેવાનો એ હાજરી આપી હતી તેમ ઈમરાનભાઈ તુર્ક એ જણાવ્યું હતું














