કાલોલ:નર્મદા કેનાલની જમીન ઉપર થી ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી જતુ ટ્રેકટર ઝડપાયુ એક ટ્રેકટર ફરાર

તારીખ ૦૮/૦૯/૨૦૨૪
વધોડિયા,ખાખરિયા,સમા,કાલોલ પંથક ની નર્મદા કેનાલની જમીન ઉપર થી વૃક્ષો કાપી ને બારોબાર સગેવગે કરવાની પ્રવૃત્તિ ખુબ જ ફુલીફાલી છે. શનિવારે સાંજે કાલોલ બીટ ગાર્ડ તપાસમાં હતા ત્યારે નિગમની જમીનમાંથી વૃક્ષો કાપતા કેટલાક ઈસમો ને બીટ ગાર્ડ દ્વારા પૂછપરછ કરતા ગણપતભાઈ નામનો માણસ પોતાની માલિકીની જમીનમાં થી વૃક્ષો કાપતા હોવાનુ જણાવેલ પરંતુ તેનો કોઇ આધાર પુરાવો તેઓ પાસે જોવા મળ્યો નહોતો જેથી બન્ને ટ્રેકટરો સાતમણા ગેટ પાસે લઈ જવા ની સૂચના આપતા એક ટ્રેકટર જીજે ૧૭ સીઈ ૩૦૮૯ નો ચાલક લાકડા ખાલી કરી ફરાર થઈ ગયો હતો જયારે બીજુ ટ્રેકટર જીજે ૧૭ બીએચ ૭૦૯૯ લાકડા સાથે લાકડા કાપવાનું મશીન સાથે કાલોલ ના સીઆર ગેટ પાસે મુકાવેલ આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી નિગમની જમીન ઉપર થી વૃક્ષો કાપવાનું અને ચોમાસા દરમિયાન પડી ગયેલા વૃક્ષ ને ભરી જવાની પ્રવૃત્તિ ખુબ વધી ગઈ છે. એક નહી પરંતું ચાર ઈસમોના નામ એકસરખા (ગણપતભાઈ) નામના અહી લાકડા કપાવવાની કામગીરીમાં વ્યસ્ત હોવાનુ બહાર આવ્યુ છે જે પૈકીના એક ગણપતભાઈ નિગમના કર્મચારી હોવાનુ જાણવા મળેલ છે.





