NANDODNARMADA

નર્મદા જિલ્લા ચૂંટણી નિરીક્ષક એન.પી. પાટડિયાએ જિલ્લામાં ચાલી રહેલી નામાંકન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું

નર્મદા જિલ્લા ચૂંટણી નિરીક્ષક એન.પી. પાટડિયાએ જિલ્લામાં ચાલી રહેલી નામાંકન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત વિવિધ તબક્કાની કામગીરી સુચારૂ રીતે અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે હેતુસર જિલ્લાના ચૂંટણી વ્યવસ્થાનો સતત દેખરેખ હેઠળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી નિરીક્ષક તરીકે એન.પી. પાટડિયા, નાયબ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગરની નિમણૂંક કરવામાં આવી છે.

તેઓએ આજે તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નર્મદા જિલ્લાની મુલાકાત લઈ મામલતદાર કચેરી તિલકવાડા તથા મામલતદાર કચેરી ગરૂડેશ્વર ખાતે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. હાલમાં ચાલી રહેલી નામાંકન ફોર્મ ભરવાની પ્રક્રિયાનું તેમજ ઈવીએમ નિદર્શન ની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.ઉમેદવારોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તેમજ સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓનું પણ અવલોકન કર્યું હતુ

Back to top button
error: Content is protected !!