NANDODNARMADA

નર્મદા: આઈ.બી.ના સ્પેશિયલ ડાયરેક્ટરએ એકતાનગર પરેડ ગ્રાઉન્ડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થળ વિઝીટ કરી

નર્મદા: આઈ.બી.ના સ્પેશિયલ ડાયરેક્ટરએ એકતાનગર પરેડ ગ્રાઉન્ડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થળ વિઝીટ કરી

 

રાષ્ટ્રીય એકતા પરેડની તૈયારીઓની સમીક્ષા માટે એકતાનગર સર્કિટ હાઉસ ખાતે વહીવટી તંત્ર-SOU ઓથોરિટી સાથે બેઠક યોજી

 

આશરે ૧૦ હજાર નાગરિકો, ૯૦૦ કલાકારો અને ૧૬ કન્ટિજન્સની સહભાગિતા વાળા એકતા પરેડની વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરના સાનિધ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી પૂર્વે આઈ.બી.ના સ્પેશિયલ ડાયરેકટરે રાષ્ટ્રીય એકતા પરેડને લઈને પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર પરેડ ગ્રાઉન્ડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તૈયારીઓની સમીક્ષા માટે એકતાનગર સરકીટ હાઉસ ખાતે બેઠક પણ યોજી હતી.

તેમણે, બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ અભિષેક પાઠક, જિલ્લા કલેકટર એસ.કે.મોદી સહિત વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે કાર્યક્રમને સફળ બનાવવા આગામી એકતા પરેડની ઉજવણી પ્રસંગે ચર્ચા વિચારણા કરીને મંતવ્યોની આપ-લે કરી હતી. અંદાજિત ૧૦ હજારથી વધુ નાગરિકો, ૯૦૦ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકારો તેમજ ૧૬ કન્ટિજન્સની સુચારૂ વ્યવસ્થા નક્કી કરવા માટે રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

નોંધનીય છે કે, બેઠકમાં આગામી પરેડને લઈને આઈબીના સ્પેશિયલ ડાયરેક્ટરએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય એકતા પરેડને લઈને પરેડ ગ્રાઉન્ડ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની સ્થળ મુલાકાતના આયોજન અંગે ઝીણવટ પૂર્ણ માહિતીથી વાકેફ થઈને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

તેઓએ પરેડના સુચારુ સંચાલન માટે પરેડ ફોર્મેશન અને લાઇન અપ (ઊંટ-ઘોડા-ડોગ સ્કોડ લાઈન અપ, ટેબ્લોઝ), ટ્રાફિક નિયમન, પાર્કિંગ, નાગરિકોની બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રિહર્સલની સમયરેખા, વાહનોની સંખ્યા-આવાગમન, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પરેડ રિહર્સલ અંગે સમયસૂચકતા અનેસુચારુ આયોજન માટે રચનાત્મક સૂચનો આપ્યા હતા. વધુમાં પર્યટકો માટે વૈકલ્પિક રૂટ અંગે પણ કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.

Back to top button
error: Content is protected !!