BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન સાથે છેડછાડના આરોપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસે રેલી કાઢી નોંધાવ્યો વિરોધ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે સંવિધાન બચાવો, દેશ બચાવોનો વિરોધ કાર્યક્રમ પાઠવાયો હતો. સ્ટેશન રોડ કોંગ્રેસ કાર્યાલયથી પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પોહચી વિરોધ પ્રદર્શન કરાયું હતું. સંવિધાન બચાવો, દેશ બચાવો, જય ભીમ, જય બાપુના નારા સાથે કોંગી આગેવાનોએ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રભારી, શહેર પ્રમુખ હરેશ પરમાર, સમસાદ અલી સૈયદ, શકીલ અકુજી, સુલેમાન પટેલ સહિતના જોડાયા હતા.



