આણંદ કરમસદ ને મહાનગરપાલિકા માં સમાવતા સજ્જડ બઁધ પાડી વિરોધ નોંધાવીયો

આણંદ કરમસદ ને મહાનગરપાલિકા માં સમાવતા સજ્જડ બઁધ પાડી વિરોધ નોંધાવીયો
તાહિર મેમણ – આણંદ – 06/01/2024 – આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું છે. આ આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ અંતર્ગત આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ગામમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ ગામના તમામ નાના-મોટા વેપારીઓ આ બંધમાં જોડાયાં છે. જેથી ગામ આખું સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે.
કોઈ અણબનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શાળા-કોલેજોમાં રજા અપાઈ, મંદિરો પણ બંધ રખાયા કરમસદ ગામમાં આવેલ બેંકો અને મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો-ઓફિસો બંધ રાખવામાં આવી છે. સાથે-સાથે ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળા-કોલેજોમાં પણ આજે રજા આપવામાં આવી છે. તદુપરાંત મોટાભાગના મંદિરો પણ આજે ખોલવામાં આવ્યા નથી.
સંકલ્પ આંદોલન સમિતિના આણંદ જિલ્લા અધ્યક્ષ મહર્ષિ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાના વિરોધમાં ગઈકાલે ગ્રામજનોએ ભેગાં થઈને ગામેરૂ બોલાવ્યું આવ્યું હતું. જેમાં સરકાર સામે વિરોધ નોંધાવવા માટે કરમસદ બંધનું એલાન જાહેર કર્યું હતું. જે મુજબ આજે કરમસદ ગામ સંપૂર્ણ બંધ છે. સરકારના નિર્ણયથી ભગવાન પણ નારાજ થયા છે. સરદાર પટેલના માનમાં આજે એક દિવસ ભગવાનના કપાટ નહીં ખોલવાનું મંદિરોવાળાએ પણ નક્કી કર્યું છે. જેનાથી સરકારને અને ભક્તોને પણ ખબર પડશે કે, આપણે જે ભગવાનની ભક્તિ કરીએ છીએ, તે ભગવાને જો સરદાર વલ્લભભાઈ પટેલને બુદ્ધિ ના આપી હોત અને નકશો ના બનાવ્યો હોત, તો આજે આ હિન્દુસ્તાનના કેટલાય ભાગલા હોત. પણ આજે આ જ સરદારનું ગામ નકશામાંથી ભુસાઈ ગયું છે.





