NANDODNARMADA

નર્મદા : પોલીસ વડા વિશાખા ડબરાલના હસ્તે જિલ્લા કક્ષાની શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ  

નર્મદા : પોલીસ વડા વિશાખા ડબરાલના હસ્તે જિલ્લા કક્ષાની શૂટિંગ વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપલા સ્પોર્ટ્સ સંકુલ (ધાબા ગ્રાઉન્ડ) ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત તેમજ નર્મદા જિલ્લા રમત ગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની શૂટિંગ અને વોલીબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ દ્વારા ખુલ્લી મુકવામાં આવેલી જિલ્લા સ્તરની આ રમતનો આશય જિલ્લાના રમતવીરો યુવાનોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટમાં વૃદ્ધિ કરવા, પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવા અને રાજ્ય સ્તરે આગળ વધવા માટેનું મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો.

કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિનેશભાઇ ભીલ, રમતગમત વિભાગના અધિકારીઓ, કોચ, ખેલાડીઓ તથા રમતપ્રેમીઓ ઉપસ્થિતિ રહ્યાં  હતાં.

Back to top button
error: Content is protected !!