NANDODNARMADA

નર્મદા : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નર્મદા પોલીસે ૨૬ મોબાઈલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યા

નર્મદા : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નર્મદા પોલીસે ૨૬ મોબાઈલ રિકવર કરી મૂળ માલિકોને પરત કર્યા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

સમગ્ર રાજ્યભરમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા અને ખોવાઈ ગયેલા મોબાઈલ અને ચીજ વસ્તુઓ શોધી કાઢીને નાગરિકોને પરત આપવામાં આવી રહી છે જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થયો છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે

આજે નર્મદા પોલીસ દ્વારા ૨૬ જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન જેની કિંમત ૩.૯૦ લાખની મૂળ માલિકોને પરત કર્યા હતા ત્યારે નાગરિકોમાં ખુશી જોવા મળી હતી આજે નર્મદા જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ ના હસ્તે ૨૬ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા ત્યારે નર્મદા પોલીસ અને એલસીબી પોલીસની કામગીરીને નાગરિકોએ બિરદાવી હતી

ઉપસ્થિત નાગરિકોએ જણાવ્યું હતું કે મોબાઈલ એ આજે જીવન જરૂરિયાતની મૂળભૂત વસ્તુ માં એક છે જેમાં લોકોના ડેટા પણ સંકળાયેલા હોય છે ત્યારે મોબાઈલ ખોવાય ત્યારે ખૂબ મુશ્કેલી પડે છે હાલના સમયમાં પોલીસ ખૂબ મહેનત કરીને ગુમ થયેલા મોબાઈલ નાગરિકોને પરત કરવામાં આવે છે તેનાથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે

 

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ દ્વારા જણાવાયું હતું કે પોલીસ એ પ્રજા માટે છે ક્યારેય પણ તમારી કોઈ વસ્તુ ગુમ થાય ચોરી થાય તો અવશ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવો અમે હંમેશા પ્રજાની સેવા માટે ઉપલબ્ધ હોય છે આજે ૨૬ જેટલા મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે અને મોટાભાગના ફોન તેમના માલિકોને આપવામાં આવ્યા છે અને કેટલાક ફોન પ્રવાસીઓના પણ છે ત્યારે નર્મદા પોલીસની કામગીરીને બિરદાવી હતી અને હંમેશા જરૂર પડ્યે પોલીસ પ્રજાની મદદ માટે તત્પર હોવાનું જણાવ્યું હતું

 

 

Back to top button
error: Content is protected !!