NANDODNARMADA

નર્મદા : રાજપીપળા વોર્ડ ૪ ભાટવાડાના એક વિસ્તારમાં એકજ ટાઈમ પાણી પુરવઠો મળતો હોવાથી લોકોમાં રોષ

નર્મદા : રાજપીપળા વોર્ડ ૪ ભાટવાડાના એક વિસ્તારમાં એકજ ટાઈમ પાણી પુરવઠો મળતો હોવાથી લોકોમાં રોષ

પાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા ની એકમાત્ર નગરપાલિકા વારંવાર વિવાદમાં આવતી જોવા મળે છે સરકાર પ્રજાજનોની સુખાકારી માટે કરોડો રૂપિયા નું બજેટ ફાળવે છે તેમ છતાં પણ લોકો સુધી પાણી જેવી પાયાની સુવિધા પહોંચતી ન હોય તો વિકાસની વાતો ફક્ત કાગળ ઉપર કહી શકાય

રાજપીપળા શહેરમાં પાલિકા દ્વારા તમામ વોર્ડમાં બે ટાઈમ પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવે છે પરંતુ વોર્ડ નંબર ૪ ભાટવાડા વિસ્તારના મુકેશ સ્ટોરના ખાંચા માં રહેતા નાગરિકો ને ફક્ત એક જ ટાઈમ પાણી પુરવઠો મળે છે જેથી જીવન નિર્વાહ ચલાવવામાં લોકોને મુશ્કેલી વેચવી પડે છે એક જ ટાઈમ પાણી આવવાની સમસ્યા બાબતે સ્થાનિકોએ વારંવાર રાજપીપળા પાલિકામાં રજૂઆત કરી ઉપરાંત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને રજૂઆત પણ કરી છતાં પણ વર્ષોની આ સમસ્યા નું નિરાકરણ લાવવામાં સત્તાધીશો નિષ્ફળ નીવળીયા છે ત્યારે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે

ઉપરાંત નજીકમાં આવેલી ખડકીમાં પાણીનું યોગ્ય પ્રેશર આવતું ન હતું જેનું સમાધાન કરવા પાઇપ નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો આ કામ માટે 20 દિવસથી ખાડો ખોદવામાં આવ્યો છે પરંતુ ગોકળગાયની ગતિએ કામ ચાલતું હોવાથી સ્થાનિકોને આવન જાવન કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનિક રહીસોની માંગ છે કે તેમને સારા પ્રેશર સાથે બે ટાઈમ પાણી પુરવઠો આપવામાં આવે

Back to top button
error: Content is protected !!