

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલ ટ્રક.ન.એચ.આર.38.વાય.3240 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગ માં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલ્ટી મારી જઈ ખીણમાં ખાબકતા બચી હતી.
જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાર્ગમાં જ આઈસર ટેમ્પો માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાપુતારા ઘાટમાર્ગમાં બે સ્થળોએ થયેલ અકસ્માતમાં ટ્રક અને આઈસર ટેમ્પો સહીત માલસામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલકો અને ક્લીનરોને નજીવી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જયારે ત્રીજા બનાવમાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં દાબદર ફાટક પાસે સુરતથી સાપુતારા તરફ આવી રહેલ પ્રવાસી કાર.ન.જી.જે.05.સી.બી.7361નાં ચાલકે કાબુ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડમાં ઉતરી જઈ ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.જોકે કારને જંગી નુકસાન પોહચ્યુ હતુ.જ્યારે કારમાં સવાર પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
Follow Us