દાહોદ જિલ્લા પૂરવઠા અધિકારીની ટિમ અને દાહોદ મામલત કચેરીની ટિમ દ્વારા મકાન અને દુકાન પર ઓચિંતી રેડ મારી ઘર વપરાસ ગેસની બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડયો

તા.૦૭.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા પૂરવઠા અધિકારીની ટિમ અને દાહોદ મામલત કચેરીની ટિમ દ્વારા મકાન અને દુકાન પર ઓચિંતી રેડ મારી ઘર વપરાસ ગેસની બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડયો
દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલી રહ્યો હતો જેની બાતમી દાહોદ મામલતદાર તેમજ પુરવઠા વિભાગને થતા પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી, શૈલેષભાઈ અડ, દુષ્યંતભાઈ ગરાસીયા તેમજ દાહોદ મામલતદાર પ્રદિપસિંહ ગોહિલ સહિતની ટીમે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ નંબર E૭૮૭ ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહ ના ત્યાં દરોડા પડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર પાઇપ તેમજ ઘરેલુ ગેસના ૯ ભરેલા ૪ ખાલી તેમજ ત્રણ ભરેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેવી જ રીતે શહેરના ભોઈવાડા વિસ્તારમાં આવેલા નજમી મોહલ્લામાં કુતુબુદ્દીન ના ઘરે દરોડા પાડી.૫ ઘરેલુ ગેસના તેમજ ૨ કોમર્શિયલ સિલિન્ડર મળી કુલ.૨૩ જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરી જે તે ગેસ એજન્સીમા જમા કરાવી ઉપરોક્ત બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે





