DEDIAPADANARMADA

દેડીયાપાડા મોડેલ હાઈસ્કૂલ ખાતે “રાષ્ટ્રીય દીકરી દિવસ” ની ઉત્સાહભેર કરાઈ ઉજવણી


તાહિર મેમણ : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા.૧૮ મીથી તા.૨૪ મી જાન્યુઆરી,૨૦૨૩ દરમિયાન રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને નર્મદા જિલ્લા કલેકટરશ્રી શ્વેતા તેવતીયાના માર્ગદર્શન અનુસાર જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૨૪ જાન્યુઆરી રાષ્ટ્રીય દીકરી દિવસ સપ્તાહની અંતિમ દિવસની ઉજવણીની વિવિધ વિભાગો સાથે મળીને કરવામાં આવ્યો.આ ઉજવણીના ભાગરૂપે આજે ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

જીલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમ ડેડિયાપાડા તાલુકા કારોબારી સમિતિ અધ્યક્ષ દક્ષાબેન વસાવા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો. જેમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ઇ.ચા.જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે.બી. પરમાર ડેડિયાપાડા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી હેમાંગીબેન ચૌધરી તથા નીલમબેન ગામીત, મોડેલ હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ પ્રિયંકાબેન ચૌધરી , ડેડિયાપાડા પી
એસ.આઇ. લક્ષ્મણભાઈ , જીલ્લા સમાજ સુરક્ષા કાઉન્સેલર ગણેશભાઈ વસાવા જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ, ૧૮૧ , SHE ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર રાજપીપળા તથા મોડેલ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓનીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હસ્કુલની કિશોરીઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજના, માસિક ધર્મ સ્વચ્છતા વિશે માર્ગદર્શન,ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી, મહિલા વિવિધલક્ષી યોજનાકિય માહિતી પૂરી પાડવામાં આવી અને બેટી બચાવો બેટી પઢાઓ ની પ્રતિજ્ઞા વાંચન અને સીગનેચેર કેમ્પેનીગ કરવામાં આવ્યું સાથે રમત ગમતમાં આગવું સ્થાન મેળવનાર કિશોરીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સફળ પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં સેનેટરી પેડ , પેમ્પલેટ, યોજનાકીય પુસ્તિકાઓ વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!