DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં દિવાળી પર્વ અકસ્માતના સંભવિત બનાવને પગલે જિલ્લામાં ઇ. એમ. આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ની ટીમ સતર્ક રહેશે

તા. ૨૯. ૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં દિવાળી પર્વ અકસ્માતના સંભવિત બનાવને પગલે જિલ્લામાં ઇ. એમ. આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ની ટીમ સતર્ક રહેશે

૩૧ લોકેશન પર ૩૨ એમ્બ્યુલસને તૈયાર રખાશે દાહોદ જિલ્લામાં આગામી દિવાળી પર્વ દરમિયાન વિવિધ પ્રકારના અકસ્માતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા દર્શાવાઇ રહેશે. અકસ્માતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા વચ્ચે દાહોદ જિલ્લાની ૧૦૮ ની ટીમો એલર્ટ મોડ પર રહેશે. આ સાથે ૧૦૮ ટીમ દ્વારા જિલ્લાના લોકોને પર્વ દરમિયાન પૂરતી તકેદારી રાખવા અપીલ કરાઈ છે.

રાજ્યમાં દિવાળી પર્વ દરમિયાન નાગરિકોની અવર-જવર કરવાની સંખ્યામાં સતત અને નોંધપાત્ર વધારો રહે છે. દિવાળી પર્વ દરમિયાન રાજ્યભરમાં વિવિધ પ્રકારના અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થાય તેવી શક્યતા રાજ્યની ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા દર્શાવવામાં આવી છે. ચાલુ વર્ષે સામાન્ય દિવસોમાં ૧૦૮ ઈમરજન્સીને ૪૫૦૪ કોલ દરરોજ મળી રહ્યા છે. દિવાળીના દિવસોમાં પણ અકસ્માતો વધવાની સંભાવના છે. તેથી દાહોદ જિલ્લાના ૩૧ લોકેશન પર તૈનાત ૩૨ એમ્બ્યુલન્સ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજજ થઈ છે. આ ઉપરાંત ૧ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વધુમાં તાજેતરમાં જ ૧૦૮ ની ટીમમાં સમાવિષ્ટ કાર્ડિયાક એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દાહોદ જિલ્લામાં ઇ.એમ.ટી. પાઈલટ અને સુપરવાઇઝર મળીને કુલ ૧૪૧ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક અને ખડે પગે સેવા બજાવશે. દિવાળી પર્વ દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા હોય જિલ્લાના નાગરિકોને નિયત સ્થળે સમય પર પહોંચવા તેમજ પ્રવાસ માટે વાહનની ગતિ મર્યાદા જળવાઈ રહે તેવી તકેદારી રાખવાની રહેશે. એ સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવા સહિત દિવાળી પર્વ દરમિયાન વાસી અને બિન આરોગ્યપ્રદ ખોરાકનું સેવન નહીં કરવાની અપીલ દાહોદ જિલ્લાના ઈ.એમ‌.ઈ. મનોજ વિશ્વકર્મા અને પ્રોગ્રામ મેનેજર ધર્મેન્દ્ર પવાર દ્વારા કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!