
રાજપીપળા ની નિષ્કામ કર્મસેવા ગ્રુપને એક વર્ષે પૂર્ણ થતા સામાન્ય સભા નું આયોજન કરાયું
રાજપીપલા : જુનેદ ખત્રી
નિષ્કામ કર્મસેવા ગ્રુપ એક વર્ષથી લોકોની સેવા કાર્યોમાં સતત સહભાગી થતું આવ્યું છે ત્યારે આ ગ્રુપને એક વર્ષ પૂર્ણ થયા 26 6 2024 ને બુધવારના રોજ કબીર મંદિર દશા માતાજીના મંદિરની બાજુમાં તમામ સભ્યો ભેગા મળીને પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાભાવી ગ્રુપે કરેલા કામો ઉપરાંત અગાઉ કરવામાં આવનાર કામોના આયોજન અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી
હાલમાં જ નિષ્કામ કર્મસેવા ગ્રુપ રાજપીપળા દ્વારા ધોરણ 12 માં ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ તેઓ પોતાના જીવનમાં પ્રગતિ કરે તે દિશામાં તેઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા



